સુરેન્દ્રનગર(Surendranagar): રાજ્યમાંથી અકસ્માતમાં કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. જેમાં ઘણાં લોકો અકાળે મૃત્યુ પામે છે. ફરી સુરેન્દ્રનગરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સુરેન્દ્રનગરમાં મુળીના થાન વિસ્તારમાં ઘટી છે.
ટ્રેક્ટર કુવામાં ખાબકતા બેના મોત અને ત્રણ ગંભીર રીતે ઘાયલ
મુળીના થાન વિસ્તારના કુવામાં ટ્રેક્ટર ખાબકતા પાંચ શ્રમિક દટાયા હતા. જે પૈકી બે શ્રમિકના મોત થયા છે તેમજ અન્ય ત્રણને ખુબ જ ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડલામાં આવ્યાં છે. ટ્રેક્ટર કુવામાં ખાબકવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.
સુરેન્દ્રમગરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. જે ઘટનામાં પાંચ શ્રમિકમાં દટાયા હતા જેમાં બેના મોત થયા હતા અને ત્રણને ગંભીર સ્થતિમાં સારવાર માટે હોસ્પિટ ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર કુવામાં ખાબકતા સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક ગ્રામજનો દ્વારા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરામાં આવી હતી અને પાંચ શ્રમિકોને બહાર નીકાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં બેના શ્રમિકોના તો ઘટના સ્થળે જ મોત નીપજયાં હતાં અને ત્રણ શ્રમિકો હાલ સારવાર હેઠળ છે.
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં બે શ્રમિકના મોત થયા છે અને ત્રણ સારવાર હેઠળ છે. આવી મોટી દુર્ઘટનાથી તંત્ર અજાણ છે તેવી પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળે છે. દુર્ઘટનાને ઘટવા પાછળનું કારણ અકબંધ છે. તંત્ર હજુ સુધી અજાણ હોવાથી તેનાં પર સવાલો ઉઠી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.