સ્તન મામલેની આ હકીકતો તમને નહિ ખબર હોય, જો આ ભૂલો થઇ જશે તો…

સારી બ્રેસિયર પહેરવી અને સ્તનની સંભાળ સ્વપરીક્ષણ દ્વારા રાખવી એના કરતાં પણ સ્તનના સ્વાસ્થ્ય માટે વધુ ધ્યાન આપવાની જરૂરત છે. સ્ત્રીઓના ઉરપ્રદેશ ઉપર પુરુષો જેટલું…

સારી બ્રેસિયર પહેરવી અને સ્તનની સંભાળ સ્વપરીક્ષણ દ્વારા રાખવી એના કરતાં પણ સ્તનના સ્વાસ્થ્ય માટે વધુ ધ્યાન આપવાની જરૂરત છે. સ્ત્રીઓના ઉરપ્રદેશ ઉપર પુરુષો જેટલું ધ્યાન આપતાં હશે, સ્ત્રીઓ ભાગ્યે જ તેટલું ધ્યાન આપે છે. અહીં રજૂ કરેલી કેટલીક વિગતો સ્તન વિશેની ખોટી માન્યતાઓ દૂર કરે છે.

સ્તન વધુ ભરાવદાર બને છે.

20 આસપાસ વર્ષની  યુવતીના સ્તન ચરબી, દૂગ્ધગ્રંથિઓ અને કોલાજન નામના કોષોથી બનેલા હોય છે, જે તેને કઠણ રાખે છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગ્રંથિઓ અને કોલાજન સંકોચન પામતાં જાય છે અને તેની જગ્યાએ વધુને વધુ ચરબી આવતી જાય છે.

તેથી બ્રાની સાઇઝ વધારે મોટી લેવાને બદલે જો તમે એજ જૂના નંબરની બ્રા પહેરશો તો તેની વધારાની ચરબી આજુબાજુથી નીકળીને વધુ નીચેના ભાગ તરફ જશે. અંડરવાયર ધરાવતી બ્રા પહેરવાથી થોડો ફાયદો મળે પણ ઉંમરને કારણે સ્તનનું ઘટતું સૌંદર્ય જાળવી શકાતું નથી.

સ્તનનું વજન તમે ધાર્યું નહ્હી હોય તેટલું હશે.

કપની સાઇઝ યોગ્ય રીતે જાણવી જરૂરી છે. એ-કપથી સ્તનનો પા ભાગનો, બી કપથી અડધા ભાગનો, સી કપથી પોણા ભાગનો અને ડી-કપથી લગભગ પૂરો સ્તનનો ગોળાકાર ભાગ ઢંકાઇ શકે છે.

સ્તનની ચામડી ખુબ પાતળી હોય છે.

તમે જેમ જેમ મોટા થતાં જાઓ તેમ તેમ સ્તનનો વિકાસ થતો હોવાથી તેની ચામડી સ્થિતિસ્થાપક (ખેંચાઇ શકે તેવી) હોય છે અને તે જ કારણે શરીરનાં અન્ય ભાગોની ચામડી કરતાં તેની ચામડી પણ પાતળી હોય છે. જે સૂકી રહેવાનો વધુ ભય હોય છે.

તેથી યોગ્ય ક્રીમ દ્વારા મસાજ કરવાથી કોલાજન કોષો વધે છે અને સ્તન વધુ કઠણ રહે છે. તેનાથી કરચલીઓ પણ ઓછી થાય છે. સ્તનની ડીંટડીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. કારણ કે તેની ચામડી પણ જલદી સૂકી થઇ જાય છે. જરૂર પડયે ત્યાં રોજ વેેસેલીન લગાડી શકાય.

ઘણાને સ્તન પર વાળ પણ હોઇ શકે છે.

લગભગ દરેક સ્ત્રીઓમાં ડીંટડીની આસપાસ રૂંવાટી હોય જ છે. બેથી ૧૫ જેટલા કાળા, સીધા વાળા સમયાંતરે ઊગે તે તદ્દન સ્વાભાવિક છે. સાદો નિયમ એ છે કે તમારી ત્વચાનો રંગ જેટલો વધુ હશે કે તમારા માથાના વાળ જેટલા ઘેરા રંગના હશે, તેટલા નીપલની આસપાસના વાળ ઘેરા હોવાની શક્યતા વધુ હોય છે.

જો તમને એની ચિંતા થતી હોય તો વેક્સિંગથી દૂર કરી શકાય. પણ આ વાળ બહુ જ ઓછા પ્રમાણમાં હોય તો ચીપીયા વડે ખેંચી નાખવા સરળ રહે છે. તે માટે નીપલની આસપાસ આલ્કોહોલ લગાડી વાળ ખેંચી નાખો. પછી ત્વચા લૂછીને ચેપ લાગે નહીં તે માટે સારું એન્ટીબાયોટીક લોશન લગાડો. એ પછી દર બેથી ત્રણ અઠવાડિયે આ પ્રક્રિયા ફરીથી કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *