MLA GUJARAT લખેલી ગાડીમાંથી પકડાયો દારૂનો મસ મોટો જથ્થો- સાથે આ નેતા પણ ઝડપાયા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચુંટણી(Gujarat election 2022) જાહેર થતાં જ ઉના પોલીસ(Una Police) દ્વારા કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર દિવ કેન્દ્ર સાશીત પ્રદેશમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા મોટા પાયે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં દીવ બાજુથી આવતી MLA GUJARAT લખેલી કારની તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ ઝડપી(Liquor seized) પાડવામાં આવ્યો હતો.

નંબર પ્લેટ વગરની MLA લખેલી કારમાંથી ઝડપાયો વિદેશી દારૂ:
જો વાત કરવામાં આવે તો આ દરમિયાન દિવ ઘોઘલા વિસ્તારમાંથી આવતા સફેદ કલરની નંબર પ્લેટ વગરની MLA GUJARAT લખેલી કારને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી 8 જેટલી પેટી જોવા મળતા પોલીસ દ્વારા કારની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 131 જુદી જુદી કંપનીની બોટલ તેમજ બિયરના ટીન 120 મળી કુલ 251 બોટલ મળી આવી હતી. તેમજ બીયરના ટીન લાવતા કારચાલક સહિત ત્રણની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો દિવથી ભરેલો હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓને કર્યા જેલ હવાલે:
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના PSI સોમાત દેવશી બામરોટીયાએ ત્રણેય શખ્સો અને કારને ઉના પોલીસ સ્ટેશને લાવી ત્રણેય શખ્સો સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. રૂ. 82,460નો વિદેશીદારૂ તેમજ 3 મોબાઇલ અને કાર સહીત રૂ. 8,90,560ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ ત્રણ આરોપીઓમાં મહેબૂબ ભાઈ ડુંગરપુર પાલીતાણા, હાર્દિક કિશોર પરમાર અનિડા તાલાલા, ચેતન ભાઈ ભીમજીભાઈ ડાભી ડુંગર પુર જે હાલ ચાલુ પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે. વિધાનસભા ચૂંટણી સમયે MLA લખેલી નંબર પ્લેટ વગરની કારમાં દારૂની હેરાફેરી થતા રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *