ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બહરાઈ(Bahraich)ચમાં બુધવારે સવારે એક ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. લખનઉ-બહરાઈચ હાઈવે(Lucknow-Bahraich Highway) પર ટપ્પે સિપાહ પાસે રોડવેઝની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત(6 people died) થયા હતા, જ્યારે 15 મુસાફરો ઘાયલ થયા હતા. જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે સાડા ચાર વાગ્યે થયો હતો.
હાઈવે પર ધુમ્મસના કારણે એક સ્પીડમાં આવતી ટ્રકે રોડવેઝની બસને બાજુમાંથી ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી હતી, જેના કારણે આ દુર્ઘટના બની હતી. અકસ્માતગ્રસ્ત બસ જયપુરથી બહરાઈચ જઈ રહી હતી.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર:
અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકની શોધખોળ કરી રહી છે. પોલીસ નજીકના ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે જેથી ટ્રકની ઓળખ કરી શકાય. પોલીસનું કહેવું છે કે રોંગ સાઇડથી આવતી ટ્રકને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે. આ કેસમાં ટ્રકની શોધખોળ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. અકસ્માત થયો ત્યારે બસમાં તમામ મુસાફરો સૂતા હતા. તમામ મૃતકો પુરુષો છે.
સીએમ યોગી આદિત્યનાથે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો:
સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટનામાં જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.