ગુજરાત(Gujarat): આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન(voting live) શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.
પ્રથમ 1 કલાક ના મતદાનના આંકડાની જો વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 4.52 % નોંધાય છે અને સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા નોંધાય છે. સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા નોંધાય છે.
જુઓ જિલ્લા પ્રમાણે વિગતો:
અમરેલી 4.68, ભરૂચ 3.44, ભાવનગર 4.13, બોટાદ 4.62, ડાંગ 7.76, દેવભૂમિ દ્વારકા 4.09, ગીર સોમનાથ 5.17, જામનગર 4.42, જુનાગઢ 5.04, કચ્છ 5.06, મોરબી 5.17, નર્મદા 5.30, નવસારી 5.33, પોરબંદર 3.92, રાજકોટ 4.45, સુરત 3.54 ,સુરેન્દ્રનગર 5.41, તાપી 7.25 અને વલસાડ 5.58 ટકા મતદાન થયું છે.
5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.