ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષો દિવસ-રાત દોડધામ કરી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે જ જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લેતા નથી. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોની નજર મતદાન પર રહેશે. ત્યારે આ બધાની વચ્ચે એક કોંગ્રેસના ચુંટણી પ્રચારમાં બાર ડાન્સરને લાવવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
બાર ડાન્સરનો વિડીયો વાયરલ:
મહત્વનું છે કે, બોરસદ(Borsad)ના દાવોલ(Davol) ખાતેનો વિડીયો વાયરલ(Viral video) થયો છે, જેમાં ગુજરાત ચૂંટણી પ્રચારમાં પણ ઉત્તરપ્રદેશ જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રચાર દરમિયાન બાર ડાન્સર બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંગ પરમારે બાર ડાન્સર બોલાવ્યાની વાત વહેતી થઇ છે. બાર ડાન્સરને જોઈ યુવાઓ ઝૂમી ઉઠ્યા હતા. વિડીયોમાં સ્ટેજ પર કોગ્રેસના બોરસદના ઉમેદવારના પોસ્ટર જોઈ શકો છો. નશાની હાલતમાં યુવાઓ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.
ત્રણેય પક્ષના નેતા કરશે પ્રચંડ પ્રચાર:
જણાવી દઈએ કે, આજે ભાજપ-કોંગ્રેસ-AAPના નેતાઓ જનસભાઓ ગજવશે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે 3 જનસભા યોજાશે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 3 જિલ્લામાં પ્રચાર કરશે, તો બીજી બાજુ આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અરવલ્લી અને પાટણમાં રોડ-શો કરશે. બીજા તબક્કા માટે કોંગ્રેસ નેતાઓ પણ જનસભા ગજવશે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 4 જગ્યાએ રોડ-શો કરશે.
5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.