ધોરાજી(Dhoraji): 11 ગ્રેનેડીયર ના હવાલદાર લેહ લદ્દાખ(Leh Ladakh) ખાતે મહિયા દરબાર વીર મનુભા ભોજુભા દયાતર રાજકોટ(Rajakot) જીલ્લાના ધોરાજી તાલુકા ના ચીચોડ ગામના રહેવાસી હતાં. મનુભા ભોમભા દયાતરએ લેહ લદાખ ખાતે માં ભોમની રક્ષા કરતા શહીદી વહોરી લીધી હતી. તેમનો પાર્થીવ દેહ માદરે વતન જતા પહેલા ધોરાજીના સરદાર ચોક ખાતે આવતા, સેકંડો લોકોએ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી.
ધોરાજી શહેરના હજારો નાગરીકો અને ચીચોડ(Chichod) ગામના ગ્રામજનો તેમજ પંચનાથ મંદિરના મહંત શ્રધ્ધાનંદગીરી અને અગ્રણીઓ હાજર રહી હારતોરા કરી વીર જવાનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. ભારતીય સેનામાં 11 ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ફરજ બજાવતા ધોરાજી તાલુકાના ચિચોડ ગામનાં હવાલદાર મનુભા ભોજૂભા 11 ગેનેડિયસ, દ્રાસ, કારગીલ ખાતે શહીદ થતાં.
તેમને સંપૂર્ણ આર્મી સન્માન સાથે તેમનાં વતન ધોરાજીના ચીચોડ ગામે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો અને સદગતની અંતિમ વિધી કરવામાં આવી હતી. સરદાર ચોકથી ડીજે અને હજારો લોકોની હાજરી વચ્ચે ધોરાજીના રોડ પર પસાર થતા લોકોએ પુષ્પવર્ષા કરેલ હતી અને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. ચીચોડ ગામના સરપંચ મયુરભાઈ સીગાળા, દલસુખભાઈ વાગડીયા, ગૌતમભાઈ વઘાસીયા અને જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ હાજર રહી વીર જવાનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
વીર શહીદ મનુભાનો પાર્થીવ દેહ માદરે વતન ચીચોડ ગામે પહોંચતા આંસુઓને સેલાબ જોવા મળેલ હતો અને ભારે શોકનું વાતાવરણ સર્જાયું હતું. લશ્કરના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના પાર્થીવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયેલ હતો અને શહીદ થનાર મનુભાને એક પુત્ર છે. વીર શહીદને સલામી આપવા હજારો લોકો હાજર રહી વીર શહીદને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા.
તેમને અંતિમ વિદાય પૂર્વે 6 જવાને કુલ 24 રાઉન્ડ ફાયર કરી શહીદને સલામી આપી હતી. મનૂભા ભોજૂભા મહિયાનો પાર્થિવ દેહ વતન પહોંચતાં શહીદના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂણ આર્મી સન્માન સાથે સદગતની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.