મધુ શ્રીવાસ્તવનો ધડાકો- કહ્યું, આ કારણે મારી ટિકિટ કપાઇ; સાથે જ ભાજપમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને લઈ બીજા તબક્કાનું મતદાન સવારના 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આ દરમિયાન આજે વાઘોડિયા(Vaghodia)ના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે પણ મતદાન કર્યું છે. તો વળી મતદાન કર્યા બાદ હવે મધુ શ્રીવાસ્તવ(Madhubhai Shrivastava) દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવતા કહ્યું હતું કે, મે 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું તેથી જ મારી ટિકિટ કાપવામાં આવી હતી તે પ્રકારનો ગંભીર આક્ષેપ કરતાં રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

મધુ શ્રીવાસ્તવનો ચોંકાવનારો ખુલાસો:
મહત્વનું છે કે, વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે વ્યારા ગામે મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા ટિકિટ નહીં આપવાને કારણે મધુ શ્રીવાસ્તવે અપક્ષ દાવેદારી નોંધાવી હતી. આ બાજુ હવે આજે મતદાન કર્યા બાદ મધુ શ્રીવાસ્તવે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, મેં 300 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. કૌભાંડ ઝડપી પાડ્યું એટલે મારી ટિકિટ કાપવામાં આવી છે. આ સાથે ભાજપના સાંસદે મારી ટિકિટ કાપી હોવાનો ગંભીર આક્ષેપ પણ મધુ શ્રીવાસ્તવે  કર્યો હતો.

ભાજપમાં જોડાવવા અંગે જાણો શું કહ્યું?
આ સાથે ભાજપમાં જોડાવાને લઈ મધુ શ્રીવાસ્તવે જણાવતા કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાવું કે નહીં તે અંગે કાર્યકરો દ્વારા નિર્ણય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં થી ટિકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષ દાવેદારી નોંધાવી હતી.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન શરુ થઇ ચુક્યું છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. મતદાનના બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.

આ બેઠકો ગણાય છે હાઈપ્રોફાઇલ બેઠકો:
મહત્વનું છે કે, આજે જે સીટ પર મતદાન થઈ રહ્યું છે તેમાં મહત્ત્વની ગણાતી બેઠકોમાં અમદાવાદ ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ,વડગામ ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલું, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરે બેઠકોનો સમાવેશ થાય છે.

આજે મતદાનના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરાના લોકો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *