ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઘણા ઉત્સાહી લોકો અત્યારથી જ પતંગ ચગાવી રહ્યા છે. આપણે દર વર્ષે સાંભળતા હોઈએ છીએ કે, પતંગ ચગાવવામાં લોકો એટલા મશગુલ થઇ જાય છે કે, તેઓ શું કરી રહ્યા છે તેનું પણ ભાન રહેતું નથી. આજે પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના મહીસાગરમાં આવેલા સંતરામપુરમાં સર્જાઈ છે. સંતરામપુરના હરિજન ફળીયામાં એક યુવક ત્રીજા માળેથી પતંગ ચગાવી રહ્યો હતો, અચનક પતંગ લપસતા નીચે પડ્યો અને યુવકનું મોત થયું છે.
આવી જ બીજી ઘટના રાજકોટ અને ચોટીલાથી સામે આવી છે. પતંગ ચગાવતી વખતે બે બાળકો અગાસી પરથી પડયા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેની ઉંમરે માત્ર 13 વર્ષ છે.
આ બાળક રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં સાગર આરકેડ કોમ્પલેક્ષમાં રહે છે. પતંગ ચગાવતી વખતે તે અગાસી પરથી નીચે પટકાયો હતો. ત્યાર બાદ સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં આવેલા મૂળચંદ રોડ પરથી એક એવી જ ઘટના સામે આવી છે. રવિ રણછોડભાઈ માનસુરીયા નામનો માસુમ જે માત્ર 10 વર્ષનો છે. આ બાલકા ચોટીલામાં રહેતા મામાના ઘરે અગાસી ઉપર પતંગ ચગાવતો હતો અને ત્યારે અગાશી પરથી નીચે પડયો. જેમાં રવિને ગંભીર ઇજા થઈ છે. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.