મહાત્મા ગાંધી આલ્બર્ટ આઈન્સ્ટાઈન ના વખાણ કરતા થાકતા ન હતા, તેમજ આઈન્સ્ટાઈન ગાંધીજીને આવનારી પેઢીઓ માટે એક રોલ મોડલ કહેતા હતા. ગાંધીજી વિશે લખતા આઈન્સ્ટાઈને કહ્યું કે મારું માનવું છે કે ગાંધીજીના વિચાર આપણા સમયના બધા રાજનૈતિક પુરુષોમાં સૌથી પ્રભાવ દાર છે.
મોહનદાસ કરમચંદ ગાંધી એવા મહાત્મા જે વ્યક્તિ થી ઉપર આવી એક વિચારધારા બની ગયા. એ મહાત્મા જે ભારતને જ નહીં પણ પૂરી દુનિયાને અહિંસાનો પાઠ શીખવ્યો. આજે તેમની ૧૫૦મી જયંતિ ઉપર આવો જાણીએ દુનિયામાં મહાન કહેવાતા લોકો પણ ગાંધીજીને મળી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ઓશો, માર્ટીન લ્યુથર કિંગ સહિત દુનિયાભરના તમામ મહાન વ્યક્તિઓ ગાંધી વિચારધારા ઉપર ગર્વ કરતા હતા.
હાસ્ય દુનિયાના સુપરસ્ટાર ચાર્લી ચેપ્લિને 1931માં મહાત્મા ગાંધીજી સાથે મુલાકાત લીધી હતી. ખૂબ મુશ્કેલી ભર્યા બાળપણ બાદ સફળતાની સીડી ઝાડના ચાર્લી ચેપ્લિન 1931 સુધી દુનિયાના સૌથી લોકપ્રિય ફિલ્મ સ્ટાર હતા.
ફક્ત આઈન્સ્ટાઈન જ નહીં નેલ્સન મંડેલા જે દક્ષિણ આફ્રિકાના મહાન નેતા હતા તેમણે પણ હંમેશા મહાત્મા ગાંધીના વિચારોની અનુસર્યા.
મંડેલા કાયમ મહાત્મા ગાંધીને તેમને મહાન શિક્ષકો ના એક માનતા હતા. તેમણે કહ્યું કે ગાંધીજીના વિચારો એ દક્ષિણ આફ્રિકાના પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.ગાંધીજી ની શિક્ષાને કારણે જ આફ્રિકાથી રંગ ભેદને દૂર કરવામાં આવ્યા.
તે જ રીતે માર્ટિન લ્યુથર કિંગ પણ મહાત્મા ગાંધીને બહુ માનતા હતા.
તેમજ માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર એ ગાંધીજી વિશે કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં નાગરિક અધિકાર વાળા નેતા હતા. જેમણે લાખો આફ્રિકી અમેરિકા ઓને લડાઈમાં મદદ માટે અહિંસાનો વિકલ્પ આપ્યો.
એમનામાં તેઓ આ મહાન હસ્તીઓ નાયક નથી બન્યા. ગાંધીજી મહાત્મા બનવાની સફર દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ હતી. જ્યાં ગાંધીજી એક સફળ આંદોલન બાદ સ્વદેશ આવ્યા હતા.ભારત આવ્યા બાદ મોહનદાસ ગાંધી અને કસ્તુરબા એ નક્કી કર્યું કે તેઓ રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં આખા ભારતનું ભ્રમણ કરશે.
તે પહેલી યાત્રાથી જેનાથી તેમણે આપણા દેશને જોયો. દેશની ગરીબી અને આબાદી ને નજીક થી જોઈ ને તેમણે ઘણું દુઃખ થયું.આ યાત્રા દરમિયાન ગાંધીજી એ નક્કી કર્યું કે તેઓ અંગ્રેજી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાળા કાયદા રોલેક્ટ એક્ટ નો વિરોધ કરશે.
રોલેક્ટ એક્ટ તે સમયે એવો કાળો કાયદો બન્યો હતો જેનો સરકાર ભરપૂર ઉપયોગ કરી રહી હતી. આ કાયદાથી સરકારને એ તાકાત મળી ગઈ હતી જેથી તે કોઈ પણ નાગરિકને ગિરફતાર કરી જેલમાં રાખી શકતી હતી.
પ્રથમ વાર એવું થયું જ્યારે ગાંધીજી ના આહવાન ઉપર રોલેક્ટ એક્ટ ના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. સેંકડો લોકો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા આ પ્રદર્શન દેશના તમામ શહેરોમાં થવા લાગ્યા.
લોકોના વિરોધને જોઈ બ્રિટિશ શાસન ભડકી ગયું હતું. અમૃતસરમાં તો જનરલ ડાયરે હજારો લોકોની ભીડ ઉપર ગોળીઓ ચલાવી,જેમાં લગભગ 400 લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હત્યાકાંડ બાદ દેશમાં આઝાદી ના આંદોલનનો ઝડપી થયા હતા. તેનો પૂરો શ્રેય ગાંધીજીને જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.