આજે પૂર્વ ભારતીય પ્રધાનમંત્રીનો પણ જન્મદિવસ છે , જેમની એક હાકલે આખો દેશ ભૂખ્યો રહ્યો હતો.

આજે 2 ઓક્ટોબર 2019 ના દિવસે ફક્ત મહાત્મા ગાંધી જ નહીં પરંતુ ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી નો પણ 116 નો જન્મદિવસ છે. તેમને…

આજે 2 ઓક્ટોબર 2019 ના દિવસે ફક્ત મહાત્મા ગાંધી જ નહીં પરંતુ ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી નો પણ 116 નો જન્મદિવસ છે. તેમને પોતાની સાદગી, સરળતા અને જનતા સાથે વાર્તાલાપ માટે એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાઈ માં 2 ઓક્ટોબર 1904 ના રોજ થયો હતો. આવો જાણીએ કેવી રીતે એક ગરીબ પરિવાર થી નીકળેલા આ યુવક દેશના પ્રધાનમંત્રી બન્યા અને તેમના એક આહ્વાન પર લોકોએ એક દિવસનું વ્રત રાખ્યું હતું.

જણાવી દઈએ કે સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના દેહાંત બાગ લાલ બહાદુર શાસ્ત્રી નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ કટોકટી પરીઓ સમય હતો જ્યારે નેહરુ જી ના ગયા બાદ દેશને એક ખરાબ આર્થિક સિટીમાંથી ઉપર આવવાનું હતું. તે વચ્ચે જ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ થયું હતું..

હવે પરિસ્થિતિઓ વધારે વિકટ હતી. દેશનું નેતૃત્વ લાલ બહાદુર શાસ્ત્રી કરી રહ્યા હતા. એટલા માટે તેઓ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમજ આ યુદ્ધ દરમિયાન દેશમાં અન્નની અછત થઈ હતી. હુકમ રીના આ સંકટમાં પ્રધાનમંત્રી એ એક અનોખો વિચાર રજુ કર્યો જે આજે પણ એટલો જ પ્રચલિત છે. તેઓએ એ સમયે પોતાનો પગાર લેવાનો પણ બંધ કર્યો હતો. તેમજ તેઓએ પોતાના ખર્ચ બચાવવા માટે પોતાના ઘરના કામ જાતે કરવા લાગ્યા હતા.

આવા સંકટ ભર્યા સમયે અમેરિકાએ પણ ભારતને અનાજ આપવાની ના પાડી હતી. દેશમાં મુશ્કેલી ભર્યો સમય હતો.

તે સમયે તેઓ દેશની વાસ્તવિક પરિસ્થિતિ થી રૂબરૂ થયા. તેઓએ જનતાની સામે આવી લોકોને અપીલ કરી કે લોકો અઠવાડિયામાં એક દિવસ અન્નનો ત્યાગ કરે. જલ્દી જ ખરાબ સમય વીતી જશે.

તમને માનવામાં નહીં આવે તેમના આ આગ્રહનો ખૂબ પ્રભાવ પડ્યો, લોકોએ કહ્યું કે હવે એક અઠવાડિયા સુધી ઘરનો ચૂલો નહીં ચાલે. આ અસર દૂર ના ગામ થી લઇ હોટલ અને રેસ્ટોરન્ટ ઉપર પણ નજર આવી રહી હતી.

જણાવી દઈએ કે અમેરિકાએ એ સમયે ભારતને પોતાની શરત ઉપર અનાજ આપવાનું કહ્યું.લાલ બહાદુર જાણતા હતા કે અમેરિકાથી અનાજ લાવવામાં આવશે તો દેશનું સ્વાભિમાન ખતમ થઈ જશે. શાસ્ત્રીજી એ પોતે પણ સહ પરિવાર આ અને યજ્ઞમાં કંઈ પણ ન ખાય ને આપી આપી હતી.

શાસ્ત્રીજી ના દેશવાસીઓ માટે આ શબ્દો હતા.

આપણે ભારતનું સ્વાભિમાન જાળવવા માટે દેશ પાસે રહેલા અનાજથી જ કામ ચલાવવું પડશે. આપણે કોઈપણ દેશ આગળ હાથ નહીં ફેલાવીએ. તેનાથી દેશનું સ્વાભિમાન જોખમાઈ જશે. એટલા માટે દેશવાસીઓને અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. તેનાથી દેશનું એટલું અનાજ વધશે જે નવી નીપજ આવા સુધી દેશમાં અનાજ મળી રહેશે. પેટ ઉપર દોરડા બાંધો શાકભાજી વધારે ખાવ. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો અને દેશને પોતાનું માન દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *