સરકારે ગાય ના છાણ માંથી બનાવ્યો સાબુ , આટલી છે તેની કિંમત…

ખાવા-પીવાથી લઈને શરીરની સાફસફાઇ સુધી લોકો રાસાયણિક રીતે બનાવેલા વસ્તુનો ઉપયોગ કરવાને બદલે કુદરતી રીતે તૈયાર રોજિંદા વસ્તુનો ઉપયોગ પસંદ કરે છે. આવી જ એક જરૂરિયાત સાબુની છે. હમણાં સુધી લોકો સ્નાનમાં સુગંધિત કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલા સાબુનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તમે પણ ગાયના છાણમાંથી બનાવેલા સાબુનો ઉપયોગ કુદરતી રીતે કરી શકો છો.

તમે વિચારતા હશો કે,ગાયના છાણથી આ કેવી રીતે શક્ય છે, પરંતુ આ વાત સાચી છે. તે ભારત સરકારના ખાદી વિલેજ ઉદ્યોગ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા સામાન્ય લોકો માટે શરૂ કરાયું છે.

જો કે, છાણમાંથી બનેલો આ સાબુ ચોક્કસપણે તમારા ખિસ્સા પરનો ભાર વધારશે. બજારમાં સાધારણ સાબુ 30-40 રૂપિયાની વચ્ચે મળે છે, તમારે ગોબરમાંથી બનાવેલા સાબુ ખરીદવા માટે 125 રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ સાબુની સૌથી મોટી વિશેષતા એ છે કે,તેનાથી તમારા શરીર પર કોઈ ખરાબ અસર નહીં થાય અને તમારી ત્વચા પણ કુદરતી રીતે ચમકતી રહેશે.

ગોબર સાબુના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આગામી બે વર્ષમાં ખાદી ગ્રામયોગ માટે 10,000 કરોડ રૂપિયાના ટર્નઓવરનો પ્રસ્તાવ મૂક્યો છે. ગડકરીએ સાબુની સાથે વાંસની બનેલી પાણીની બોટલ પણ લોન્ચ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *