જેઓને સફળતા(Success) પ્રાપ્ત કરવી જ છે, તેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નડતી નથી. ગમે તેટલી અડચણો આવવા છતાં પણ જેઓનું મન અડગ હોય, તે સફળતા મેળવીને જ રહે છે. જેને લઈને એક કહેવત પણ છે, ‘કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’ ત્યારે આજે આપણે એક એક તેવી જ મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ…
જાણવા મળ્યું છે કે, સાદીકા મીર નામની આ યુવતી ખેડા જિલ્લાની રહેવાસી છે. આ દીકરી તેના જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધી હતી, સાદીકા મીરને તેના જીવનમાં એક દિવસે એવો દુઃખદ અકસ્માતનો બનાવ બન્યો હતો તેના કારણે સાદીકા મીર ઘણા દિવસો સુધી પથારી વશ રહી હતી, સાદીકા મીરને આ અકસ્માતમાં એક પગ ગુમાવવો પડ્યો હતો.
જાણવા મળ્યું છે કે, સાદીકા મીર ખુબ જ સામાન્ય પરિવારની દીકરી છે. તેના પિતા સિકંદરભાઈ ખેડામાં રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા. જયારે તેની માતા પણ લોકોના ઘરે કામ કરીને પરિવારનો ટેકો બને છે. આ દરમિયાન સાદીકા મીરને અકસ્માત નડ્યો હતો, જેને પગલે તેણે પોતાનો એક પગ પણ ગુમાવ્યો હતો.
આ દરમિયાન તેણે હિંમત હાર્યા વગર તેની મહેનતથી રમતગમતના ક્ષેત્રમાં આગળ વધી હતી. ત્યારબાદ આ દીકરીને વર્ષ ૨૦૧૨ માં ખેલમહાકુંભમાં રમવાનો અવસર મળ્યો તો તે સમયે આ દીકરીએ ગોળા ફેંકમાં પહેલું ઇનામ મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. તે પછી સાદીકા મીરએ વર્ષ ૨૦૨૨ માં ડિસ્ક થ્રોમાં અને શોટ પુટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.
આ રીતે સાદીકા મીરે સખત મહેનત કરી રમતગમતના ક્ષેત્રમાં આગળ વધીને મેડલ્સ મેળવીને મોટી સિદ્ધિઓ મેળવતી હતી. તેમજ સાદીકા મીરએ તેમના જીવનમાં ૧૨ ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.