હર્ષ સંઘવીએ પોતાના જન્મ દિવસને બનાવ્યો સ્પેશ્યલ, દિવ્યાંગ બાળકો વચ્ચે કરી ઉજવણી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): સુરત(Surat)ની મજુરા(Majura) વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)નો ગઈકાલે 38મો જન્મ દિવસ(38th birthday) હતો. મહત્વનું છે કે, દર વર્ષની જેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો સાથે કરવામાં આવે છે.

આપત્તિ સમયે હરહંમેશ પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહેતાં અને કોરોના સમયે રાત દિવસ જોયાં વગર શહેરીજનોની અદ્ભૂત સેવા કરી લોકો વચ્ચે એક અનોખી છાપ ઉભી કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ ગઈકાલે ધરમપેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડોદરા મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે અંધજન મંડળના બાળકો દ્વારા પણ અનોખી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા ગીત ગાઈને હર્ષ સંઘવીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ સાથે આ બાળકોએ જન્મ દિવસની શુભકામઓના કાર્ડ બનાવીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવ્યા હતા. દિવ્યાંગ બાળકો દ્વારા આટલી સરસ રીતે જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અભિભૂત થઈ ગયા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ તમામ બાળકોને કેક પણ ખવડાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

ત્યારબાદ વડોદરા શહેરમાં ગઈકાલે  વહેલી સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં હર્ષ સંઘવી દ્વારા પણ ભાગ લીધો હતો અને મેરેથોનના દોડવીરનો જોશ અને ઉત્સાહ વધાર્યો હતો.

જણાવી દઈએ કે, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે એક દિવસીય ‘હાટ બજાર’નું સહિયર ગ્રુપ અને DDC ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. ‘હાટ બજાર’ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાતે આવ્યા હતા. અહીં વિવિધ સ્ટોલ મૂકનાર બહેનો સાથે વાતચીત કરી હતી. આ તકે મહિલાઓ દ્વારા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *