ગેમ રમવાની ના પડતા ધો.7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાવી એવી ગેમ કે માતા-પિતા સામેથી ગેમ રમવાની આપે છે પરવાનગી

Palanpur, Banaskantha: આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે બાળકોને માતા-પિતા ગેમ રમવાની ના પાડતા ડિપ્રેશનમાં આવીને ખોટું પગલું ભરી લેતા હોય છે. આજકાલના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મોબાઈલમાં ગેમ રમવી એક વ્યસન બની ગયું છે. આજે અમે તમને એક એવા બાળક વિષે જણાવીશું કે જેને માતા-પિતાએ ગેમ રમવાની ના પાડી તો આ બાળકે જાતે જ એક એવી ગેમ બનાવી દીધી કે હવે માતા-પિતા સામેથી ગેમ રમવાની પરવાનગી આપે છે.

આ બાળકનું નામ યશ છે. યશ બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. એકવાર યશને તેના મમ્મી-પપ્પાએ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડી અને ત્યારે યશ તેનો આ પ્રોબ્લેમ લઇને શાળાના ટેકનિકલ એક્સપર્ટ હિતેનભાઈ પાસે ગયો હતો. ત્યારે હિતેનભાઈએ યશને ગેમ રમવાને બદલે ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.

હિતેનભાઈએ યશને કહ્યું કે તું એક એવી ગેમ બનાવ જે રમવાની સાથે સાથે ભણવામાં પણ ઉપયોગમાં આવે. યશએ હિતેનભાઈની વાત પર વિચાર કર્યો અને તેને થયું કે ભણવામાં ગણિત અને વિજ્ઞાનમાં સૌથી વધારે પ્રશ્નો આવે છે. ત્યાર બાદ તેના મનમાં એક વિચાર આવ્યો અને યશ તે વિચાર લઈને ટેકનિકલ એક્સપર્ટ હિતેનભાઈ પાસે ગયો.

યશએ હિતેનભાઈને કહ્યું કે, મારે એવી ગેમ બનાવવી છે કે જેમાં લેવલ પાર કરતી વખતે ગણિત-વિજ્ઞાનના પ્રશ્નો આવે અને જયારે સાચા જવાબ આપે ત્યારે જ આગળ વધી શકાય. હિતેનભાઇને યશનો આઇડિયા ગમ્યો અને હિતેનભાઇએ યશને ગેમ બનાવતાં શિખવાડ્યું.

યશે બનાવેલી ગેમ આ ક્યુઆર સ્કેન કરીને રમી શકાશે. યશએ આ ગેમ બનાવવા માટે એક મહિનાની સખત મહેનત કરી હતી અને ત્યાર બાદ ગેમ ત્યાર થઇ હતી. હાલ આ ગેમમાં બે લેવલ છે. આ ગેમમાં ખજાનો લેવા માટે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે છે.

પૂછવામાં આવેલા સવાલનો સાચો જવાબ આપે ત્યારે જ આગળ વધી શકાય છે. હાલ આ ગેમ અત્યારે કોમ્પ્યુટર ઉપર રમી શકાય છે. યશ આ ગેમ માટે ખુબ મહેનત કરી રહ્યો છે, જયારે આ ગેમમાં 10 લેવલ બનશે ત્યારે આ ગેમ પ્લેસ્ટોર પર આવશે. અને ત્યારબાદ આ ગેમ મોબાઇલમાં પણ રમી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *