ગુજરાત(Gujarat): વ્યાજખોરોનો અસહ્ય આંતકે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. વ્યાજખોરો(Usury)ની માંગણીએ તો કેટલાય પરિવારને વેર વિખેર કરી નાખ્યા છે. હમણાંની જ વાત કરવામાં આવે તો બે મહિના અગાઉ રાજકોટ(Rajkot)માં પતિ-પત્ની અને જવાનજોધ દીકરાએ ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા અને વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા પરિવારના ત્રણ લોકોને નાછૂટકે જીવન ટૂંકાવવું પડ્યું હતું. જો વાત કરવામાં આવે તો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા કીર્તિ (47)ના પરિવારમાં તેની પત્ની માધુરી (42) અને પુત્ર ધવલ (24)એ સામુહિક આપઘાત કરી લીધો છે. વ્યાજખોરોનો અસહ્ય આંતક ત્યાં સુધી પહોંચી ગયો કે, 2.50 લાખ રૂપિયા સામે 60 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
સમગ્ર મામલા અંગે વાત કરતા કીર્તિભાઈના મોટા ભાઈ બકુલભાઈએ આખી દાસ્તાન જણાવતા કહ્યુ કે, મારો નાનો ભાઈ કીર્તિ રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહે છે અને ઝેરોક્સની દુકાન ચલાવી રહ્યો હતો. જો વાત કરવામાં આવે તો વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા પરિવારે બે મહિના પહેલા સામૂહિક આપઘાત કર્યો હતો.
મહત્વનું છે કે, આ બનાવમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે અને એક હજુ પણ પોલીસની પકડથી દુર છે. કીર્તિના મોટા ભાઈએ જણાવતા કહ્યું હતું કે, અંદાજે બેથી અઢી લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને સામે વ્યાજખોરોએ ઓછામાં ઓછા 60 લાખ રૂપિયા તેમની પાસેથી પડાવી લીધા હતા. આમ છતાં વ્યાજખોરો દ્વારા તેની ઝેરોક્સની દુકાન પડાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
બકુલભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ બનાવ તો બે મહિના પહેલા બનેલો છે. પુત્ર ધવલે તેના નિવેદન આપ્યું હતું અને આ નિવેદન લખાવ્યા મુજબ ચાર આરોપી છે, જે આરોપી માં સંજયસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા અને મહેબૂબશાનો સમાવેશ થાય છે. એમાંથી ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, જે તમામ હાલમાં જેલના સળિયા ગણી રહ્યા છે, જ્યારે ચોથો આરોપી યુવરાજસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દુર છે. આ સિવાય કીર્તિભાઈના કોલ રેકોર્ડિંગ પરથી પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ કોલ રેકોર્ડિંગને આધારે જ એ ચોંકાવનારી હકીકતો સામે આવી છે કે, વ્યાજખોરોએ કેવી અઘટિત માગણીઓ કીર્તિ અને તેના પરિવાર પાસે કરી રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમે અમારો આખો પરિવાર ખોઈ નાખ્યો છે. બકુલભાઈએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, તમે કોઈ ડર કે ભય ન રાખો અને સાથે જ સમાજમાં આબરૂ જવાનો પણ ડર ન રાખો. આબરૂ જવાની બીક રાખ્યા વગર તમે સામે આવશો તો કદાચ તમારા પરિવારને આ વ્યાજના વિષચક્રમાં ફસાતા બચાવી શકશો.
મહત્વનું છે કે, આ ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક 108ના માધ્યમથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને પુત્ર ધવલના નિવેદન પરથી ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને કારણે કંટાળીને ત્રણેયે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા કહ્યું હતું. ત્યાર બાદ સારવાર કારગત ન નીવડતાં ધવલનું 20 નવેમ્બરના રોજ તેની માતા માધુરીબેનનું 21 નવેમ્બરના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે 25 નવેમ્બરે ધવલના પિતા કીર્તિભાઇ ધોળકિયાનું પણ મોત નીપજ્યું હતું. જેણે કારને સોની પરિવારમાં માતમ છવાયો ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.