Ahmedabad, Gujarat: અમદાવાદના ઠક્કરબાપાનગરમાં આવેલ રઘુવીર સ્કૂલમાંથી ધોરણ 9માં ભણતો માનવ ગઈકાલ સવારથી ગુમ થયો છે. આ અંગે ની જાણ થતાજ માનવ ના માતા-પિતાને સ્કૂલે પહોંચ્યાં. તેમણે માનવના ગુમ થવા પાછળ સ્કૂલની બેદરકારીને જવાબદાર ઠેરાવી હતી. અને સ્કૂલમાં મોટો હોબાળો પણ કર્યો હતો.
આ સાથે આજે એટલે બીજા દિવસે પણ માનવની કોઈ પણ પ્રકાર ની જાણ ન થતાં પરિવારે સ્કૂલે પહોંચી ફરી હોબાળો કર્યો હતો. આ ઘટનાને પગલે સ્કૂલ મેનેજમેન્ટ પણ દોડતું થઇ ગયું છે. સ્કૂલ દ્વારા પરિવારને યોગ્ય જવાબ ન મળવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ કરવા અંગે જણાવ્યું હતું.
ગુમ થયેલ વિદ્યાર્થી (માનવ) પર સ્કૂલે એસાઈમેન્ટની ચોરીનો આરોપ લગાવ્યો
સ્કૂલના સંચાલક કુલદીપભાઈ જણાવે છે કે, માનવનું એસાઈમેન્ટ ચેક કરતા તેણે અન્ય વિદ્યાર્થીનું એસાઈમેન્ટ ચોરી કર્યું હતું અને પોતાનું એસાઈમેન્ટ લાવ્યો ન હતો, જેથી તેના માતા-પિતા ને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા અને તેને કલાસ ની બહાર પણ બેસાડવામાં આવ્યો હતો. માનવના પિતા આવે તે પહેલાં જ માનવ સ્કૂલમાંથી ભાગી ગયો હતો. ધર્મેશભાઈ માનવના સગા પિતા નથી તેના સાવકા પિતા છે.
પરિવારનો આક્ષેપ સ્કૂલની બેદરકારીથી જ માનવ ગુમ થયો
પરિવારનો આક્ષેપ છે કે, સ્કૂલની બેદરકારીને કારણે જ માનવ સ્કૂલમાંથી ગુમ થયો છે. આ અંગે સ્કૂલને પણ રજૂઆત કરી છતાં સ્કૂલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. સ્કૂલના મેઇન ગેટ પર ચોકીદાર કે કોઈ હાજર નહોતું. ગઈકાલે ગુમ થયેલો માનવ હજુ સુધી ન મળતાં આજે ફરીથી પરિવારે સ્કૂલે પહોંચી હોબાળો કર્યો હતો.
સ્કૂલના CCTV કેમેરામાં શું દેખાયું?
સ્કૂલમાં લગાવેલા CCTV કેમેરામાં વિદ્યાર્થી સ્કૂલની બહાર જતો જોવા મળે છે, જેમાં પ્રથમ કેમેરામાં વિદ્યાર્થી સ્કૂલના એક બાકડા પર એકલો બેઠો જોવા મળે છે, જેની થોડે દૂર બીજી સ્કૂલનાં બાળકો પણ રમતાં નજર આવી રહ્યા છે તે સ્કૂલમાંથી ભાગવા માટે તે પોતાની નજર આજુબાજુમાં ફેરવતો પણ જોવા મળે છે. અને મોકો મળતાની સાથે એકદમ ઝડપી થી દોડી મેઇન ગેટની બહાર જતો નજરે પડી રહ્યો છે.
સ્કૂલ મેનેજમેન્ટનો જવાબ ના મળતાં પરિવારે પોલીસને જાણ કરી..
પિતા ધર્મેશભાઈ નો દાવો છે કે અમારો દીકરો સ્કૂલમાંથી જ ગુમ થયો છે. સ્કૂલ દ્વારા અમને જવાબ ન મળતા અમે પોલીસને જાણ કરી છે. માનવનાં માતા શિલ્પાબેને જણાવ્યું હતું કે 24 કલાક થઈ ગઈ પરંતુ અમારો દીકરો હજુ મળ્યો નથી, મારે તો મારો દીકરો જોઈએ છે. સ્કૂલ તરફથી અમને કોઈ પણ પ્રકાર ની મદદ મળતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.