મંત્રી કુંવરજી બાવળિયાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો આપઘાત કે હત્યા? પરિવારે લખ્યો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર…

Rajkot, Gujarat: કાજલ મુકેશભાઈ જોગરાજીયા ધો.10માં મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) ના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી હતી. તે મૂળ વીંછિયા તાલુકાના છાસીયા ગામની રહેવાસી હતી. 23 જાન્યુઆરીના રોજ કાજલે આપઘાત કર્યા હોવાની જાણકારની મળી હતી. કાજલના મોતને કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને કોળી સમાજના આગેવાન મુકેશભાઈ રાજપરાએ શંકાસ્પદ ગણાવ્યું છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સચોટ કારણ અને સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. એટલું જ નહી મુકેશભાઈએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે, દીકરીનું શોષણ કરી મોતને ઘાટ ઉતારી હોય તેવું મને લાગી રહ્યું છે. તેમને કહ્યું કે, અચાનક 23 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે મુકેશભાઈ જોગરાજીયાને કુંવરજીભાઈએ પોતે જ ટેલિફોનિક જાણ કરી હતી.

ફોનેમાં કહેવામાં આવ્યું કે, તમે વીંછિયા સરકારી દવાખાને આવો. એટલું સાંભળીને કાજલના પિતા મુકેશભાઈ તરત જ દવાખાને ગયા અને ત્યાં જઈને જોયુ તો કાજલનો મૃતદેહ પડયો હતો. ત્યાં તેમને કહેવામાં આવ્યું કે કાજલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને મૃત્યુ થયું છે.

કાજલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યોએ વાત અને કોઈ પુરાવા કે વીડિયો નથી. કાજલના પિતાએ કહ્યું કે અમને સચોટ માહિતી મળી નથી કે અમારી દીકરીએ કોના ડરથી કે કોના ત્રાસથી આવું પગલું ભર્યું છે. મુકેશભાઈએ પત્રમાં વધુમાં લખ્યું કે, અમારી દીકરીને ખૂબ જ ત્રાસ આપ્યો આવ્યો હોય કે દીકરીઓનું શોષણ કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોય તેવું અમને લાગી રહ્યું છે.

કારણ આપતા કહ્યું કે, તે સમયે બનાવના સ્થળે મીડીવાવાળાને પણ જવા દેવામાં આવ્યા ન હતા. પરિવારના લોકોને પણ મૃતક પાસે સ્થળ પર લઈ જવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા પણ મંત્રી કુંવરજી બાવળિયાના શૈક્ષણિક સંકુલમાં બે આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા છે. હાલ મુકેશભાઈ રાજપરાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને કાજલને ન્યાય મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *