રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે આજે એક કાર પર કોલસો ભરેલું ડમ્પર પડતા કારમાં સવાર સસરા-જમાઈનું મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનો ભૂકો થયી ગયો. કારમાં ફસાયેલા લોકોને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે.
હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત્
સતત ચોવીસ કલાક ટ્રાફિકથી ચાલી રહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતનો કિસ્સો યથાવત્ રહ્યો છે. આજે સવારના સમયે ચોટીલા અને સાયલા વચ્ચે આવેલા વણકી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક કાર પર કોલસો ભરેલું ડમ્પર પલટી ખાઈને પડતા કારનું પડીકું બની ગયું હતું. કારમાં સવાર ચાર લોકોમાંથી સસરા-જમાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં બેઠલા અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
નડિયાદ તરફ જઈ રહેલા જામનગરના પરિવારને અકસ્માત નડ્યો
મળતી માહિતી મુજબ,જામનગરનો એક પરિવાર જે નડિયાદમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો. ત્યારે વણકી ગામના પાટિયા પાસે કાર પહોંચતા ડમ્પર તેના પર પલટી ખાઈને પડતા કારમાં સવાર બે લોકોનાં મોત થયા હતાં. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા એક મહિલા અને એક બાળકને બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંનેને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.
હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં
ચોટીલા-સાયલા હાઇવે પર અકસ્માતની આ ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા. હાઇવે પર થયેલા આ અકસ્માતના કારણે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ચોટીલા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત વિરુધ ગુનો દાખલ કરી ટ્રાફિકજામ ફરી ચાલુ કરી આ ઘટનાની આગળ તપાસ ચાલુ કરી દીધી. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ કઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.