કોર્પોરેટરો જોતા રહ્યા ને… સ્થાનિકો દાતરડા-લાકડીઓ લઈને રખડતા ઢોર પાર્ટી પર તૂટી પડ્યાં

Vadodara (વડોદરા): રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે, રખડતા ઢોરની સમસ્યા રાજ્યમાં હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. રાજ્યમાં રખડતા…

Vadodara (વડોદરા): રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે, રખડતા ઢોરની સમસ્યા રાજ્યમાં હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતોના કારણે ક્યાંક કોઇકનું મોત નિપજે છે તો ક્યાંક કોઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.

ત્યારે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શન મોડમાં આવી હતી. હાલ વડોદરામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વડોદરામાં ગતરોજ ઢોર પકડી રહેલી ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે.

વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર લાકડી વડે હુમલો થયો હતો. વડોદરા શહેરમાં આવેલા નવાયાર્ડ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડની હાજરીમાં સ્થાનિકોએ લાકડીઓ અને પાઈપથી ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ પકડેલી કેટલીક ગાયોને છોડીને પોતાની સાથે લઈ ગયા હતા.

સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઢોર પકડનાર પાર્ટીના એક કર્મચારીને પગના ભાગે ઈજાઓ થઇ છે. તેથી ઢોર પકડનાર પાર્ટીના ટીમ લીડર પ્રદીપ લોખંડે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં જઈને સ્થાનિક લોકો વિરુધ ફરિયાદ નોંધાવી છે. ઢોર પકડનાર પાર્ટીના ટીમ લીડરએ નંદુ ભરવાડ સહિત અન્ય 7થી 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં ઢોર પકડનાર પાર્ટી પર હુમલાની આ ઘટના પ્રથમ વખત નથી બની. આ પહેલા પણ ઢોર પકડનાર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આજવા રોડ પર આવેલા કૃષ્ણનગર પાસે આ પહેલા કોર્પોરેશનની ટીમ પર હુમલો  કરવામાં આવ્યો હતો. આજવા રોડના કૃષ્ણનગરમાં દબાણ શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહેલા રાજેશભાઈ રખડતા ઢોર પકડવા માટે તેમની પાર્ટીના માણસો સાથે ગયા હતા.

ત્યારે તેમણે રસ્તા પર રખડતી ગાયને પકડી ત્યારે ત્રણથી ચાર પશુપાલક મહિલાઓ હાથમાં દાતરડા અને લાકડીઓ લઈને આવી હતી અને અપશબ્દો બોલવા લાગી હતી. પશુપાલક મહિલાઓએ સરકારી કામગીરી ઉભી રખાવી અને ગાયો છોડાવી ગયા હતા. ત્યાર બાદ પોલીસે ચાર અજાણી મહિલાઓ વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ અને મારામારી સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *