વિડીયો/ ભાજપ નેતાની ખુલ્લેઆમ દાદાગીરી, ટોલ ચૂકવ્યા વગર જ ગાડીઓ પસાર કરાવી- કર્મચારીને માર્યો માર

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara) કરજણ(Karjan) ભાજપ(BJP) યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી સામે આવી છે અને આ દાદાગીરી CCTVમાં કેદ થઇ ગઈ છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રવિણસિંહ અટાલિયાની દાદાગીરી સામે આવી છે. તેણે ટોલનાકા પર કર્મચારીને માર પણ મારવામાં આવ્યો છે. યુવા મોરચાના પ્રમુખ અને તેના ભાઈએ માર માર્યો હોવાની ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે. જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે બોલાચાલી અને તકરાર થઈ હતી.

ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરતો નજરે ચડી રહ્યો છે. તેઓની કાર સાથે અન્ય 5 લોકોની ગાડીઓ પણ કોઈ પણ પ્રકારના ટોલ ચાર્જ ચૂકવ્યા વગર જ પાસ કરાવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે. ટોલ બુથના કર્મચારી દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવવામાં આવી છે.

આ બાબતે ફરિયાદી પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવતા કહ્યું હતું કે, ટોલનાકા પર અજાણ્યા વ્યક્તિની ગાડી આવી હતી. એ ભાઈએ 210 રૂપિયા ભરવાની ના પાડતા મેં ઉપર સાહેબને કહ્યું કે આ ભાઈ પૈસા ભરવાની ના પાડી રહ્યા છે. જે બાદ પ્રવિણસિંગ અટાલિયાએ જણાવતા કહ્યું કે, મારી ગાડી જેટલીવાર આવે છે એટલીવાર તમે મારી ગાડીને રોકે છે. ત્યાર પછી ચારથી પાંચ વ્યક્તિઓએ મારી સાથે ધોલ ધપાટ કરી ગાડીઓ જવા દીધી અને બે ગેટ તોડીને પાંચ થી છ ગાડીઓ જવા દીધી અને મારો જે બુથ હતો અને ત્યાં કાચ તોડી નાંખ્યા હતા.

ત્યારે આ પ્રકારની દાદાગીરી સતા પક્ષના નેતા દ્વારા કરવામાં આવી તે યોગ્ય કહી શકાય નહી. સમગ્ર દાદાગીરીનો વિડીયો CCTV કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *