ભારત સરકારે દારૂબંધીને બંધ કરવા માટે ભારતના ઘણા રાજ્યોમાં સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દીધો છે. લોકોનું માનવું છે કે આ નિયમ સમગ્ર ભારતભરના રાજ્યોમાં લાગી જાય તો ઘણા બધા ક્રાઈમ થતા અટકી જાય. અને લોકો શાંતિથી જીવન જીવી શકે. આ વાતને ધ્યાનમાં લઇ રાજસ્થાનના લોકોએ દારૂબંધીની સરકાર સમક્ષ માંગણી કરી હતી.
તે પહેલા ગુજરાત અને બિહાર રાજ્યમાં પણ સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અને હવે રાજસ્થાનમાં દારૂબંધીની માગણી થતાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એવો આક્ષેપ કર્યો હતેા કે ગુજરાતમાં છેલ્લાં 70 વર્ષોથી દારુબંધી હોવાના દાવા કરાય છે પરંતુ ગુજરાતમાં ઘરે ઘરે છૂટથી દારૂ પીવાય છે. આવી દારુબંધીનો કોઈ અર્થ રહેતો નથી.આ કોંગ્રેસી સીએમે કહ્યું કે ‘ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે.’ જેને પગલે રૂપાણી ખુબ આક્રોશમાં આવ્યા હતા.
સાથે-સાથે એમ પણ કહ્યું હતું કે, અંગત રીતે હું પોતે પણ દારુબંધીમાં માનું છું. અગાઉ એકવાર રાજસ્થાનમાં દારુબંધી લાદી હતી પરંતુ એ સફળ થઇ નહોતી. દેશની આઝાદીના પહેલા દિવસથી ગુજરાતમાં દારુબંધી છે પરંતુ સૌથી વધુ દારુ ગુજરાતમાં વેચાય અને પીવાય છે. આવી દારુબંધીમાં હું માનતો નથી’ એમ ગેહલોતે કહ્યું હતું.
રવિવારે રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના સાગવાડા પ્રદેશમાં દિગંબર જૈન છાત્રાલયના શીલાન્યાસ સમારોહમાં ગેહલોત બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ રાજ્યની પ્રજાને સુચારુ અને પારદર્શક વહીવટ આપવાનો રહ્યો છે.
પોતાની યોજનાઓના ખુબ કર્યા વખાણ
રાજ્ય સરકાર કન્યા શિક્ષણને ખાસ મહત્ત્વ આપી રહી છે અને બજેટમાં 50 નવી કૉલેજો શરૂ કરવાની રાજ્ય સરકારની યોજના છે. તેમણે એવો દાવો કર્યો હતેા કે છેલ્લી મુદત દરમિયાન મારી સરકારે મફત દવા યોજના શરૂ કરી હતી જે માણસો ઉપરાંત મૂગા જાનવરો માટે પણ હતી. અમે ગાંધી ચીંધ્યા માર્ગે લોકકલ્યાણનાં પગલાં લઇ રહ્યાં છીએ.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા
રાજસ્થાનના સીએમ અશોક ગેહેલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારુ વેચાતો હોવા સંબંધિત નિવેદન પર સીએમ વિજય રૂપાણીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યુ છે કે અશોક ગહેલોતે ગુજરાતનું અપમાન કર્યુ છે. ગુજરાતના ધરે ઘરે દારૂ વેચાય તે પ્રકારનું નિવેદન યોગ્ય નથી અને મોદી આંખમાં કણાની જેમ ખૂંચે છે. ગુજરાતમાં અશોક ગેહલોત ચુંટણી જીતાડી શક્યા નથી. અને આથી ગુજરાતની જનતાનું અપમાન કરી રહ્યા છે તેમ પણ સીએમ રૂપાણીએ કહ્યુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.