Surat, Gujarat: આજરોજ દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ લોકો હોળી પ્રગટાવી ‘હોળી દહન’ કરશે. ત્યારે સુરત શહેરમાંથી, ખાસ હોળી દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મિત્રો તમે જાણતા હશો કે, આજના સમયમાં વ્યસનને કારણે કેટલાય પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તમાકુના સેવનથી સેકંડો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં સમાજને વ્યસન મુક્ત કરવા અનોખી પહેલ કરવામાં આવી છે.
મિત્રો આજના સમયમાં કોણ વ્યસનના બંધાણી નથી? મોટાભાગના લોકોને કોઈને કોઈ વ્યસન હોય જ છે. આ વ્યસનને કારણે અને એક લોકોને જિંદગી બરબાદ થઈ રહી છે. આ તમામ લોકો વ્યસન મુક્ત થાય એ કારણોસર, સુરતના સુ સંસ્કાર દીપ યુવા મંડળ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા તમાકુ ગુટકા દહન હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વ્યસનના કારણે ફક્ત એ વ્યક્તિ જ નહીં પરંતુ તેનો પરિવાર પણ તબાહ થઈ જાય છે. ત્યારે આજના પરમ પવિત્ર દિવસે, આ દરેક લોકો વ્યસનથી દૂર થાય અને તંદુરસ્ત જીવન જીવે તેવા હેતુથી સુરત શહેરમાં અનોખી રીતે હોળી દહન કરવામાં આવી છે.
સુ સંસ્કારદીપ યુવા મંડળ અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સમાજ વ્યસન મુક્ત થાય અને વ્યસન મુક્તિ અંગે લોકો જાગૃત થાય એ કારણોસર તમાકુ ગુટકા દહન હોળી પ્રગટાવી સમાજને વ્યસન મુક્ત કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં દરેક વ્યસનની વસ્તુઓ જેમકે, ગુટકા સિગારેટ અને તમાકુનું હોળીમાં દહન કરીને સમાજના દરેક લોકોને વ્યસનથી દૂર રહેવાની નમ્ર અપીલ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.