હાલમાં દારૂના મુદ્દે રાજકીય ગરમાવો શરૂ થયો છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ગુજરાતના સીએમ વિજય રૂપાણી તેમજ ભાજપ કોંગ્રેસના અન્ય નાના-મોટા નેતાઓ પણ ગુજરાતમાં દારૂ ના સંદર્ભમાં જુદા-જુદા નિવેદનો કરી રહ્યા છે અને પોતે જ સાચા છે એવું જણાવી રહ્યા છે રાજકીય નેતાઓના આવા નિવેદનો વચ્ચે કેટલીક વાસ્તવિકતાઓ પણ સામે આવી રહી છે..
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા પોતાના પરિવાર સાથે ધોળે દિવસે ખુલ્લેઆમ દેશી દારૂ વેચી રહી છે સ્ટેશન પર બ્રોડગેજ એસ્કેલેટર છે તેની સામે જે એક મોટું મેદાન છે જ્યાં વાહનોનું પાર્કિંગ થાય છે બાજુમા સુલભ શૌચાલય આવેલું છે તેમજ અહીંથી ડીસીપીની કચેરી 100 મીટર દૂર છે આમ છતાં મહિલા કોથળામાં દેશી દારૂની પોટલીઓ રાખીને જાહેરમાં અને ખુલ્લેઆમ વેચાણ કરી રહી છે. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ આ ધંધામાં લાગેલા છે
કેટલા યુવાનોએ કાલુપુર રેલવે સ્ટેશનની જગ્યા માંથી જાહેરમાં દારુની પોટલી વેચી રહેલી આ મહિલાનું વિડીયો શુટીંગ કરી લીધું હતું જેમાં યુવક એવું કહે છે કે તમે શા માટે દારૂ વેચો છો અને જો સરકાર તમને નોકરી આપશે તો દારૂનું વેચાણ તમે બંધ કરી દેશો? જેના જવાબમાં મહિલાએ વચન આપ્યું છે કે જો સરકાર તેમને નોકરી આપશે તો તે દારૂનું વેચાણ કરવાનું બંધ કરી દેશે આ મહિલાએ એવું કહ્યું હતું કે એમના પરિવારના છોકરાઓ પણ દારૂનો ધંધો કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.