સુરત(Surat): શહેરમાં ફરી એક વાર દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. વાત કરવામાં આવે તો ફરી સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર પર પોલીસ દ્વરા દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સરથાણા(Sarthana) વિસ્તારમાં આવેલા એક મોલમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્પા(Spa)માંથી છ જેટલી વિદેશી મહિલાઓ મળી આવી હતી, જ્યારે પોલીસ દ્વારા ત્રણ ગ્રાહકોની ધરપડક પણ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, અવારનવાર સ્પાની આડમાં ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવતું રહેતું હોય છે. ત્યારે સુરતમાં પણ પોલીસની રેડ દરમિયાન કુટણખાનું પકડી પાડવામાં આવ્યું છે. સુરતમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પર આવેલા રાજ ઇમ્પીરીયલ મોલમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, “બ્લેક પલ થાઈ” સ્પામાં કામ કરતી છ વિદેશી મહિલાઓને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી. જ્યારે ત્રણ ગ્રાહકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સ્પાના માલિક સંતોષ મોર, પાના સંચાલક કૃણાલ બોરીચા, વેપારી અભિષેક જૈન, વેપારી કેવિન મકવાણાને પોલીસ દ્વારા ઝડપી લીધા હતા. મહત્વનું છે કે, સ્થળ પરથી મળી આવેલી છ થાઈલેન્ડ યુવતીઓને મુક્ત કરાવી તેમની પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, તેમને સ્પાના માલિકો પૈકી સંતોષને થાઈલેન્ડ ગર્લફ્રેન્ડ સેસિથોરન ફેનગરી અહી લાવી હતી. એન્ટી ટ્રાફિકિંગ યુનાઇટેડ તેને તેમ જ પાના અન્ય માલિક હરેશ બારૈયા ને વોન્ટેડ જાહેર કરી સ્થળ પરથી 27 કોન્ડમ, 18000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 1.64 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સ્પાના બે માલિકો અને પાર્ટનરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સંતોષ મોરે નામનો શખ્સ થાઈલેન્ડમાં પોતાની ગર્લફ્રેન્ડ દ્વારા વિદેશી મહિલાઓને દેહવ્યાપાર માટે લાવતો હતો અને કૃણાલ બોરીયા નામનો શખ્સ સમગ્ર દેહવ્યાપારનો ધંધો સંભાળી રહ્યો હતો. જે મામલા અંગે બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલે દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્થળ પરથી 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલા અંગે એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનિટ દ્વારા સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.