છેલ્લા 10 દિવસથી ઈન્દોરની જેલમાં બંધ છે લેપટોપ ચોર ગેંગના સુરતના બે સુત્રધાર- ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી સુધી ફેલાયેલું છે રેકેટ

Priyank Vavdiya and Sachin Chalodiya arrested in Laptop Scam (Surat): ઓનલાઇન લેપટોપ ખરીદીને ખરાબ લેપટોપ પરત કરી મૂળ ખરીદાયેલા લેપટોપ વેચવાનું વ્યવસ્થિત રીતે એક કૌભાંડ(Online laptop scam) ચાલી રહ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે સુરતના કતારગામ(Katargam) વિસ્તારમાં રહેતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

જો વાત કરવામાં આવે તો ઓનલાઇન વસ્તુઓ ખરીદીને તેને પરત કરવું એક સામાન્ય બાબત છે પણ આ વસ્તુઓ પરત કરવાના બહાને એક વ્યવસ્થિત કૌભાંડ પણ ચાલતું હોય છે. ત્યારે આ બધા વચ્ચે મધ્યપ્રદેશના વેપારી સાથે છેતરપિંડી થતા આવા જ એક કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે.

આ કૌભાંડ અંગે મળતી માહિતી અનુસાર, ઇન્દોરમાં અમિતકુમાર દોશી પેસિફિક સોલ્યુશન ના નામે કમ્પ્યુટર ઓનલાઈન વેચવાનો વ્યવસાય કરે છે. તેમની પાસેથી સુરતમાં રહેતા એક વ્યક્તિ દ્વારા જાણીતી ઈ કોમર્સ વેબસાઈટ પરથી નવો લેપટોપનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

અંદાજે છ લાખ રૂપિયાના થતા આ લેપટોપની ખરીદી કરવામાં આવી હતી. તેની ડિલિવરી સુરતના અલગ અલગ વિસ્તારોમાં લેવામાં આવી હતી. જો કે થોડા દિવસ પછી આ લેપટોપ ખરાબ હોવાની ફરિયાદ સાથે અમિત દોશીને લેપટોપ પરત કરવામાં આવ્યા હતા.

Priyank Vavdiya and Sachin Chalodiya arrested in Laptop Scam

આ દરમિયાન પોતે જે લેપટોપ વેચ્યા હતા તે ભોપાલના આઇટી બજાર ગ્રુપ પર 55000 પ્રતિ લેપટોપ વેચાતું હોવાનું ધ્યાને આવ્યું હતું. વેચાણ ની માહિતી ડિસ્કાઉન્ટ ફેક્ટરીના સંચાલક અસલમ શેખ દ્વારા ગ્રુપ પર મૂકવામાં આવી હતી અને આ લેપટોપ પૈકીના બે અમિતે વેચેલા હતા અને એ જ નીકળ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચે અસલમની અટકાયત કરતા તેણે કોઈ વિવેક જેટલી આ પાસેથી ઓનલાઈન લેપટોપ ખરીદ્યાનું જણાવ્યું હતું. આ દરમિયાન ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ એ આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ફરી તપાસ હાથ ધરી હતી અને સુરતના કતારગામ વિસ્તારના સચિન નરેશભાઈ ચલોડીયા (Sachin Chalodiya) તથા પ્રિયંક મહેશભાઈ વાવડીયા (Priyank Vavadiya) સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચએ તારીખ 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. હાલમાં તો સચિન અને પ્રિયંક બંને ઈન્દોરની જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

એટલું જ નહીં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ બંને યુવકોએ માત્ર ઈન્દોરના વેપારી જ નહીં પણ અન્ય વેપારીઓના પણ ઓનલાઇન લેપટોપ ખરીદીને ઠગાઈ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *