સુરતના રામનાથ મંદિરમાં મૂર્તિની જગ્યાએ 950 કરોડ મંત્રો લખેલા પુસ્તકોની થઇ સ્થાપના 

સુરત(surat): આજે દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામનો જનમ દિવસ છે ત્યારે સૂરતના પાલ ખાતે આવેલ રામેશ્વર મંદિરમાં આજે ભજન કીર્તન તેમજ ભંડારો રાખવામાં આવ્યો છે. સાથે આ મંદિરમાં મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા રામજીના 950 કરોડ મંત્ર લખેલ 3 લાખ જેટલા પુસ્તકો સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ ભગીરથ કાર્યમાં 5 વર્ષથી વધુનો સમય લાગ્યો છે. જેમાં સુરત કમારેજ વ્યારાં તેમજ અંકલેશ્વરમાં 150 થી વધુ મંદિરોમાં નોટબુક અને બોલપેન આપવામાં આવી અને તેનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને 5 વર્ષમાં 1100 કરોડ રામ નામ મંત્ર લખેલ બુક્સ મેળવવાંમા સફળતા મળી.

તેમજ આ પુસ્તકોની ઊર્જા ને વાતાવરણમાં ફેલાવવા માટે પંચ ધાતુ નિર્મિત રામ સ્તંભ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે રામનવમી ના પાવન અવસર પર સવારથી જ ભકતોની ભારે ભીડ આ રામ નામ લખેલ પુસ્તકોના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા.

સુરતમાં રામનામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શ્રી રામનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ ફક્ત રામ નામના મંત્ર લખેલી પુસ્તકો છે. આ મંદિર પરિસરમાં વચ્ચે 51 ફૂટ ઉંચો વિશ્વશાંતિ રામ સ્તંભ બનાવામાં આવ્યો છે. ગુજરાતમાં સુરતના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે એક રામજી મંદિરની નજીક જ રામનામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

આ મંદિરનું નિર્માણ વર્ષ 2017માં શરુ કરવામાં આવ્યુ હતું. મંદિરના ટ્રસ્ટી ભદ્રેશભાઇએ જણાવ્યુ હતું કે આ મંદિર વિશ્વશાંતિના હેતુ અર્થે નિર્માણ કરવામાં આવ્યુ છે. રામનામ મંદિરમાં સુરતથી અંકલેશ્વર સુધીમાં 150થી વધુ મંદિરોમાંથી દોઢ લાખ ભક્તો દ્વારા ત્રણ લાખ જેટલી પુસ્તકોમાં 950 કરોડ રામનામના મંત્ર પુસ્તકમાં મોકલવામાં આવ્યા હતા. આ તૈયાર થયેલી તમામ પુસ્તકોને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. જેથી આ પુસ્તકો ખરાબ ન થાય. મંદિરમાં રામનામ મંત્રનો લક્ષ્ય 1100 કરોડ છે.

ટ્રસ્ટના સંચાલક દીપકભાઈએ કહ્યું કે, ભગવાન રામની કૃપા અને પ્રેરણાથી શરૂ થયેલું કાર્ય એમની કૃપાથી જ પૂર્ણ થવાના આરે છે. આ મંત્ર લેખનનું ભગીરથ કામ શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યુ છે. આ ઉપરાંત રામજી મંદિરના પૂજારી પ્રકાશ શુક્લએ કહ્યું કે આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે. આ મંદિરનું ખાતમુહૂર્ત વર્ષ 2022ની નવમી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *