સુરત(SURAT): ભારતની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની અને ટાટા ગ્રુપનો આધારસ્તંભ ગણાતી કંપની ટાટા કન્સલટન્સી સર્વિસિસ(TCS)માં નોકરીની ઉત્તમ તક મળી રહી છે. રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે નોકરી મેળવી આપવાના હેતુસર રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગ સંચાલિત મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી/મોડેલ કેરિયર સેન્ટર-સુરત અને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર એસસી/એસટી સુરત દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૫/૪/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન નાનપુરા સ્થિત રોજગાર કચેરી-સુરત, C-બિલ્ડીંગ, પાંચમો માળ, બહુમાળી ખાતે ભારતની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત IT કંપની(IT company) TCS– ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો ઈન્ટરવ્યું આપી BPS ટ્રેઈની પસંદગી માટે ભરતી મેળો યોજાશે.
2021 અથવા 2022 માં BTech, MTech, BE, ME, MCA અથવા MSc પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે TCS ઑફ-કેમ્પસ ભરતી લઈને આવ્યું છે. આ ભરતીઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને બિઝનેસ પ્રોસેસ સર્વિસ માટે કરવામાં આવશે. ટાટા કન્સલ્ટન્સીમાં તકો શોધી રહેલા યુવાનો www.tcs.com પર અરજી કરી શકે છે.
અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે, દેશની સૌથી મોટી કંપની TCS આ વખતે 78 હજાર લોકોને નોકરી આપશે. ગયા વર્ષે તેણે 40 હજાર લોકોની ભરતી કરી હતી.
આ ભરતી માટે B.Com, BA, BAF, BBI, BBA, BBM, BMS, BSc-IT/CS/General, BCA, BCS, B.Pharm, M.Pharmમાંથી કોઈપણ માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી 2020, 2021 અને 2022 પાસ ફક્ત ફુલ-ટાઈમ આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્નાતકોને ધ્યાનમાં લેવામાં આવશે.
ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે અગ્રણી IT કંપની TCS-ટાટા કન્સલ્ટન્સીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઈચ્છુક ઉમેદવારો સ્થળ પર વિનામુલ્યે રજિસ્ટ્રેશન કરાવી ભરતી મેળામાં ભાગ લઈ શકશે એમ મદદનીશ નિયામક સુરતની યાદીમાં જણાવાયું છે.
કેવી રીતે અરજી કરવી
સૌ પ્રથમ, ઉમેદવારોએ TCS ની વેબસાઇટ પર જઈને IT શ્રેણી હેઠળ નોંધણી કરો અને સંબંધિત માહિતી દાખલ કરો. અરજી ફોર્મ ભર્યા પછી, તેને તપાસો. વધારે માહીતી TCS હેલ્પડેસ્ક ઈ-મેલ આઈડી: ilp.support@tcs.com પર મેઈલ કરીને તેમજ હેલ્પલાઇન નંબર: 18002093111 પર કોલ કરીને મેળવી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.