જૂનાગઢના રસ્તા પર આરામ ફરમાવી રહેલા શ્વાન પર કાળ બનીને ત્રાટક્યો દીપડો, જુઓ શિકારનાં LIVE દૃશ્યો

જૂનાગઢ(Junagadh): જિલ્લામાં એક ગામમાં દીપડાએ કરેલા કૂતરાના શિકાર(Leopard hunted dog)ની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો મેંદરડા(Mendarda) તાલુકાના સાત વડલા…

જૂનાગઢ(Junagadh): જિલ્લામાં એક ગામમાં દીપડાએ કરેલા કૂતરાના શિકાર(Leopard hunted dog)ની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો મેંદરડા(Mendarda) તાલુકાના સાત વડલા ગામની શેરીમાં શાંતિથી આરામ ફરમાવી રહેલા એક કૂતરા પર દીપડો કાળ બનીને ત્રાટક્યો હતો અને ગણતરીની સેકન્ડોમાં જ દીપડો કૂતરા નો શિકાર કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાત વડલા ગામના રહેણાક વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન શેરીના કૂતરાઓ શાંતિથી આરામ ફરમાવી રહ્યાં હતાં ત્યારે પાછળથી બિલ્લીપગે આવેલો દીપડો કૂતરા પર કાળ બનીને ત્રાટક્યો હતો. આ સમયે અન્ય કૂતરાઓ આવી જવાને કારણે દીપડો શિકારને મોઢામાં લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વાત કરવામાં આવે તો મેંદરડા તાલુકાના સાત વડલા ગામમાં બનેલી શિકારની આ ઘટના ગામમાં લાગેલા CCTV ફૂટેજ કેદ થઈ હતી. જે વાયરલ થતા લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ફરી રહેલા દીપડાને વનવિભાગ પાંજરે પૂરે તેવી ગામલોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામે આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, શેરીમાં કુતરો શાંતિથી સુઈ રહ્યો છે અને અચાનક જ એક દીપડો આવે છે અને કુતરા પર કાળ બનીને ત્રાટકે છે. દીપડો કુતરાને મોઢામાં લઈને ફરાર થઇ રહ્યો છે, જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *