GSEB SSC/HSC Result 2023 Date: માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા(Board Exam)ના પેપરની મુલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે વહેલી તકે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ શકે છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
પેપર મુલ્યાંકનની કામગીરી થઇ ચુકી છે પૂર્ણ:
મહત્વનું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી પેપર ચકાસણી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. હાલમાં તો ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થયા પછી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.
મે મહિનામાં જાહેર કરવામાં આવશે પરિણામ:
ઉલ્લેખનીય છે કે, મે મહિના પહેલા સપ્તાહમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. તો મે મહિનાના ત્રીજા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.
ધો. 10 અને 12ની 15 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા:
જો વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ છે. ધો.10-12માં 15 લાખ જેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.