વલસાડ(Valsad): જિલ્લાના પારડી (Pardi) તાલુકાના કોલક ગામનો હળપતિ પરિવાર સાથે ગઈકાલે બપોરે બાઈક ઉપર ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન રેટલાવથી ઉદવાડા ગામના મુખ્ય રોડ ઉપર ડુંગરવાળી નજીક ઉભેલા એક ડમ્પર સાથે બાઇકને ચાલક દ્વારા અકસ્માત (Accident) સર્જાયો હતો. આ દર્દનાક અકસ્માતમાં પિતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે માતા અને અન્ય એક પુત્રને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક બંદર ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ મહેશભાઈ હળપતિ અને તેમની પત્ની પૂનમબેન, 7 વર્ષનો પુત્ર હેનીલ અને 5 વર્ષનો પુત્ર જૈનીશ બાઈક ન. GJ-15-DP-6610 ઉપર પરત કોલક ગામ ખાતે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા.
જો વાત કરવામાં આવે તો આ દરમિયાન રેટલાવથી ઉદવાડા ગામના મુખ્ય રોડ ઉપર ડુંગરવાળી નજીક રોડ ઉપર એક ડમ્પર ન. GJ-16-AV-6410 પાર્ક કરી હતી. આ ડમ્પર પાછળથી જીગ્નેશ હળપતિની બાઈક ધડાકાભેર અથડાઈ હતી જેને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા 108ની ટીમની મદદ લેવામાં આવી હતી અને આ અકસ્માત મામલે પારડી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પારડી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ચેક કરવામાં આવતા બાઈક ચાલક જીગ્નેશ હળપતિનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે માતા તેના 2 દીકરાઓને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે પિતા જીગ્નેશ અને પુત્ર હેનીલના મોતની ઘટનાને લઇ કોલક ગામમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકની લાશને ઓરવાડ CHCમાં પારડી પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જયારે બાઈક ચાલક જીજ્ઞેશની પત્ની પૂનમબેન અને પુત્ર જૈનીશને ઇજા પહોંચી હોવાને કારણે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે સાગર હળપતિ દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં તો વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.