રાજકોટ(Rajkot): શહેરના કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં માતાએ પોતાની ચાર વર્ષની દીકરીને ઝેર પીવડાવી દીધું અને પોતે પણ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જેમાં માતાનું મોત નીપજ્યું હતું અને બાળકી હાલ સારવાર હેઠળ છે.
માતાએ ઝેરી ટીકડા ખાઈ લીધા:
મળતી માહિતી અનુસાર, સ્વાતીપાર્કમાં રહેતા ભાર્ગવભાઈ ઢેબરીયાના લગ્ન બિલખાના હડમતીયા ગામના પારૂલબેન સાથે છ વર્ષ અગાઉ થયા હતા જેને સંતાનમાં એક ચાર વર્ષની પુત્રી છે. ગઈકાલે વહેલી સવારના રોજ પોતાના ઘરે ૩૧ વર્ષીય પારૂલબેન ભાર્ગવભાઈ ઢેબરીયાએ ચાર વર્ષની પુત્રીને ઝેર પીવડાવી અને પોતે પણ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને ત્યારબાદ તેના પતિને પગલુ ભર્યા અંગે જાણ કરવામાં અવી હતી.
માતાનું મોત પુત્રી સારવાર હેઠળ:
જેને કારણે પરીવારજનોએ માતા-પુત્રીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન માતા પારૂલબેનનું મોત નિપજયું હતું. જયારે પુત્રી હજુ પણ હાલ સારવાર હેઠળ છે.
માઠું લાગી આવતા ભર્યું ગંભીર પગલું:
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકના PSI એમ.ડી. લોખીલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવના કારણ અંગે પતિની પુછપરછમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ પત્ની અને પુત્રી સાથે ભાડાના મકાનમાં રહે છે તેની પત્ની ઘરનું મકાન લેવાની વાત કરી રહ્યા હતા. જેથી ભાર્ગવભાઈએ હાલ ધંધો ચાલતો ન હોવાને કારણે ગાડીના હપ્તા પુરા થાય પછી ઘરનું મકાન લેશું કહેતા તેનું માઠું લાગી આવતા આ પ્રકારનું પગલું ભરી લીધું હોવાનું જણાવતા કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.