CBSE Result 2023: CBSE ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી અને ખૂબ સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થયા. ત્યારે વડોદરા (Vadodara) માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ (bright student) પણ દિવસ રાત મહેનત કરીને ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી છે. આ વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂરો કરીને ભવિષ્યમાં શિક્ષક બનવા માંગે છે. પરિવારના સહકાર સાથે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ ધોરણ 10 CBSE ની પરીક્ષા પાસ કરી છે.
વડોદરા શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતો ખુશાલ ચૌહાણ CBSE ધોરણ 10 માં 61% સાથે ઉત્તીર્ણ થયો છે. ખુશાલે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી હતી, પરંતુ તેના ચહેરા પર થોડો પણ ડર દેખાતો નહોતો. બે વર્ષ પહેલા જ ખુશાલ ની પ્રજ્ઞાચક્ષુ બહેને ધોરણ 10 સફળતાપૂર્વક પાસ કર્યું હતું. ખુશાલે પણ તેની બહેનને હિંમત બનાવી ધોરણ 10 ની પરીક્ષા સફળતાપૂર્વક આપી અને સારા માર્કસે પાસ કરી.
આ વર્ષે વડોદરાના પ્રજ્ઞાચક્ષુ ખુશાલ ચૌહાણ એ રાઇટર ની મદદથી ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. પ્રજ્ઞાચક્ષુ ખુશાલ માટે રાઇટર ની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તે સફળતાપૂર્વક પરીક્ષા લખી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે, આંખે અંધ હોવા છતાં ખુશાલ અને તેમની બહેન લેપટોપના માધ્યમથી અભ્યાસ કરતા હતા.
આ લેપટોપમાં એક ખાસ પ્રકારનો સોફ્ટવેર હતો. ખુશાલ અને તેની બહેનને અભ્યાસ કરવામાં ખૂબ મદદરૂપ થતો હતો. આ સોફ્ટવેરમાં, જે લખવામાં આવે તે વાક્યોનું રેકોર્ડિંગ થઈ જતું અને આ ભાઈ બહેન તેમને સાંભળીને સતત અભ્યાસ કરતા હતા. જ્યારે ખુશાલને પરીક્ષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, પરીક્ષા દરમિયાન કોઈપણ ટેન્શન રાખ્યા વગર ફક્ત અભ્યાસમાં ધ્યાન આપતા મને આ પરિણામ મળ્યું છે.’
ખુશાલ ચૌહાણે તેના અભ્યાસક્રમનું એક રેકોર્ડર રાખ્યું છે. ખુશાલ દરરોજ 12 થી 14 કલાક જેટલો સમય આ રેકોર્ડિંગ સાંભળતો અને રેકોર્ડિંગના માધ્યમથી વાંચન કરતો. પરિણામ બાદ ખુશાલે જણાવ્યું હતું કે, આ લેપટોપમાં દરેક ટોપિક્સ રેકોર્ડ કર્યા બાદ મારા પરિવારનો પણ ખૂબ સહકાર હતો. તેમની મદદથી હું આગળ અભ્યાસ કરી શક્યો અને પરીક્ષા પાસ કરી. હજુ પણ વધારે અભ્યાસ કરીને મને શિક્ષક બનવાની ઈચ્છા છે, તે માટે હું તમામ પ્રયત્નો કરતો રહીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.