Child dies in Surat: સુરત (Surat)ના ઉધના (Udhana)માં કૈલાસ નગરમાં રહેતા એક પરિવારના દોઢ વર્ષનું બાળક ચીકુ ખાતી વખતે બીજ ગળી ગયા બાદ બેભાન થઈ જતાં બાળકને તાત્કાલિક સિવિલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ચીકુનું બીજ શ્વાસ નળીમાં ફસાઈ જવાને કારણે બાળકનું મોત(Death of a child in Udhana) નિપજ્યું હોવાની સંભાવના છે.
મળતી માહિતી અનુસાર, ઓરિસ્સાના ગંજામના વતની અને ઉધના કૈલાસ નગર ખાતે રહેતા સંતોષ નાયક સાડીમાં લેસ પટ્ટી લગાડવાનું કામ કરે છે. તેમના દોઢ વર્ષના પુત્ર ઋષિને બુધવારના રોજ બપોરે માતા ચીકુ ખવડાવતી હતી.
જો વાત કરવામાં આવે તો આ દરમિયાન માસૂમ ઋષિ ચીકુનું બીજ ગળી ગયો હતો ત્યાર પછી બેભાન થઈ જતાં તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ચીકુનું બીજ શ્વાસ નળીમાં ફસાઈ જવાના લીધે તેનું મોત નિપજ્યું હોવાની તબીબોએ શક્યતા વ્યકત કરવામાં આવી હતી.
સમગ્ર બનાવની જાણ થતાં ઉધના પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી માસૂમ ઋષિના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.