સુરતમાં યોગ્ય ડીગ્રી વગર ગેરકાયદે સોનોગ્રાફી કરતો ડોક્ટર ઝડપાયો

PNDT act Illegal Sonography in Surat: સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી. એન. ડી. ટી. સેલને મળેલી ફરિયાદના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ અને પી.એન.ડી.ટી. ટીમ દ્વારા તા.૩૦મી ના રોજ સુરત શહેરના લાભુબા કોમ્પલેક્ષ, લાભુબાનગર, નોબલ સ્કુલ સામે, ડોમિનોઝ પિઝાની સામે, આઈમાતા રોડ, પર્વત પાટિયા પર આવેલા બ્રહ્મા ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન બ્રહ્મા ક્લિનિકના ડો.રાજેશ બી. ધોળિયા (Dr Rajesh Dholia, BHMS, CCH) કે જેઓ કે જેઓ PC & PNDT (પૂર્વ પ્રસૂતિ નિદાન પરીક્ષણ અધિનિયમ)- ૧૯૯૪ અને નિયમ ૧૯૯૬ મુજબ સોનોગ્રાફી કરવા માટે લાયકાત ધરાવતા ન હતા, તેઓ પાસેથી આ કાયદાનો ભંગ કરીને મહિલા દર્દી પર હેન્ડી મશીનથી ગેરકાયદે સોનોગ્રાફી કરતા રંગેહાથ ઝડપાયા હતા.

આ તબીબ પાસેથી સોનોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતું અનરજિસ્ટર્ડ ‘હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ’ મળી આવ્યું હતું. ક્લિનિક કે હેન્ડી પોર્ટેબલ મશીનની પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ (PNDT act Illegal Sonography) મુજબ નોંધણી કરાવવામાં આવી ન હતી. જેથી PC & PNDT એક્ટની કલમ-૧૯૯૪ તથા નિયમ-૧૯૯૬ના ભંગ બદલ પોલિસ ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

‘અનાજ ન મળતુ હોવાની રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીએ ઉમરપાડાની બે ગામોની સસ્તા અનાજની દુકાનોના પરવાના મોકુફ કર્યા’

તાજેતરમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડગામ તથા સરવણ ફોકડી(નાની ફોકડી) ગામોમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના લાભાર્થીઓને અનાજ ન મળતુ હોવાની નાગરીકોની ફરિયાદોના આધારે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાની રજુઆત તેમજ વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલો અંતર્ગત મામલતદારશ્રી દ્વારા આકસ્મિક તપાસણી કરીને વડગામની દુકાનના આઠ કાર્ડધારકો તથા સરવણ ફોકડી ગામના છ કાર્ડધારકોના નિવેદનો લેવામાં આવ્યા હતા.

તપાસણી દરમિયાન જોવા મળેલી ક્ષતિઓ/ગેરરીતિઓ પરત્વે વિગતવાર અહેવાલના ગુણદોષની ચકાસણી કરીને સુરત જિલ્લા પુરવઠા અધિકારીએ બન્ને દુકાનોના પરવારનેદારનો તા.૨૮/૪/૨૦૨૩ના હુકમોથી ૯૦ દિવસ તથા ૬૦ દિવસ માટે મોકુફ કરવામાં આવ્યો છે. હાલ બન્ને પરવાનેદારો વિરૂધ્ધ જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ કેસની કાર્યવાહી ચાલુ છે. જેમાં કેસના ગુણદોષના આધારે આખરી નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *