youth was killed by cattle in vadodara: આપણે સૌ અવારનવાર રખડતા ઢોરને કારણે થતા અકસ્માત(Accident)ના બનાવો વિશે કોઈના કોઈ માધ્યમથી સાંભળતા હોઈએ છીએ. ત્યારે રાજ્યમાં ફરી ધીમે ધીમે રખડતા ઢોરોના આંતક ખૂબ જ વધી રહ્યો છે.(youth was killed by cattle in vadodara) જો વાત કરવામાં આવે તો હાલમાં જ રખડતા ઢોરે બે લોકોનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને લોકોમાં ચકચાર મચી જવા પામી છે.
રખડતા ઢોરના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરને પકડવાની કામગીરી બંધ કરી દીધી હોવાથી નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે બેસે છે. તેમજ વડોદરામાં પણ મહાનગરપાલિકા ઢોર પકડવામાં ઉદાસતાને કારણે વડોદરામાં પણ વૃદ્ધને અડફટે લેતા તેમને તાત્કલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમનું થોડીક સારવાર બાદ તેમનું મોત થયું હતું.
ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરને કારણે આજે વધુ એક યુવકનું મોત થયું હતું.ત્યારે મહુવા નેશનલ હાઈવે પર ટેરેડી ગામના પાટીયા પાસે આ બનાવ બન્યો હતો. જેમાં ખાટસુરા ગામનાં જયપાલવાળાનું મોત થયું હતુ. આ ઘટનાને સમયે બની જે સમયે થરડી પાસેથી બાઈક લઈને જતો હતો તે સમયે આખલાએ તેને અડફેટમાં લીધો તેથી તેનું મોત થયું છે.
વડોદરામાં રખડતા પશુને કારણે વધુ એક મોત નીપજ્યું છે. રખડતા ઢોરએ 65 વર્ષે વ્યક્તિના અડફેટમાં લેતા તેમનું મોત થયું છે. લક્ષ્મીપુરા નારાયણ ગાર્ડન પાસેથી ઘટના આ ઘટના બની છે. ત્યારે શહેરમાં રખડતા પશુને કારણે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.