Three killed in building collapse in Rajkot: ગુજરાત રાજ્યના જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું એક જૂનું મકાન ધરાશાયી(Three killed in building collapse in Rajkot) થવાની ઘટના પ્રકાશમાં આવી છે.
તેમાં ગોદરા વિસ્તારમાં ઉપરના ભાગમાં આવેલા વર્ષો જૂની ગઢની રાંગની ભેખડ ધસી પડી વરસાદના કારણે પાણી વહેતું હોવાથી બનાવ બન્યો હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંદાજે 100 વર્ષ જુના મકાનો ધરાશાયી થયા છે.
મળેલી માહિતી અનુસાર, ધરાશાયી થયેલા મકાનમાં 8 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો બહાર આવી છે. તેમાં એક વૃદ્ધ સહિત બે બાળકીના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહી છે. ત્યારે હાલ અન્ય પાંચ વ્યક્તિઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું એક ખુબજ જૂનું મકાન ધરાશાયી થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. અંદાજે 100 વર્ષ જુના મકાનો ધરાશાયી થતાં મકાનમાં રહેલા 8 વ્યક્તિઓ અંદર દટાયા હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિકો લોકો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાવામાં આવ્યા છે.
મકાન ધરાશાયી થતા વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા (ઉંમર વર્ષ 50) તેમજ બે બાળકીઓ મેઘના અશોકભાઈ મકવાણા (ઉંમર વર્ષ 10) અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉંમર વર્ષ 7)નું મોત નીપજ્યું છે. તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જેમાં વંદના અશોકભાઈ મકવાણા (ઉંમર વર્ષ 14), શીતલબેન વિક્રમભાઈ સાસડા (ઉંમર વર્ષ 30), કરસનભાઇ દાનાભાઈ સાસડા (ઉ.વ.40), રિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉ.વ.8), અશોકભાઈ રાજુભાઈ મકવાણા (ઉંમર વર્ષ 33)ને ઇજા થવા પામી છે. જેતપુર સરકારી હોસ્પિટલમાં હાલ તમામ લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube