જુઓ વિડીયો: કેવી રીતે અમદાવાદમાં નબીરાએ 9 લોકોનો ભોગ લીધો

Ahmedabad Car Accident LIVE CCTV Video: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મહિન્દ્રા થાર વચ્ચે ઈસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા માટે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. તેવામાં જ 160થી વધુની સ્પીડે આવી રહેલી જેગુઆર કારે 9 લોકોને કચડીને કચરઘાણ વાળી દીધો હતો.

આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનું પણ મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી 160થી વધુની સ્પીડે આવી રહેલી જેગુઆર કારે નવ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત કેટલો ગંભીર હતો કે, ફિલ્મી દ્રશ્યોની જેમ લોકો 25 ફૂટ અને 30 ફૂટ દૂર દૂર ફંગોળાયા હતા.

ભયંકર અકસ્માતના LIVE CCTV વિડીયો પણ વાઈરલ થઈ રહ્યો છે. થાર અને ડમ્પરનો અકસ્માત કેમેરામાં કેદ કરી રહેલા બાઈક સવારના કેમેરામાં આ જેગુઆરનો અકસ્માત પણ કેદ થઈ ગયો છે. આ અકસ્માતનો વીડિયો હચમચાવી નાખે તેવા છે. ફૂલ સ્પીડમાં આવતી જેગુઆર લોકોને હવામાં ફંગોળી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વીડિયોમાં બાઇકનું હેન્ડલ, હેડલાઈટ અને મિરર દેખાય છે. બાઈકર ગાંધીનગર તરફથી સરખેજ તરફ જઈ રહ્યો છે. વીડિયોમાં 46 સેકન્ડથી જેગુઆર કાર સામેની સાઈડમાં જેટ ગતિએ જતી દેખાઇ છે. ત્યાં સુધીમાં થારવાળી અકસ્માતની સાઈડ ક્રોસ કરી ચૂક્યો હતો. જેવી જેગુઆર કાર જેટ ગતિએ પસાર થતા બાઈકર અચાનક પોતાની બાઈક ઊભી રાખી શું થયું એ જુએ છે.

360 ડિગ્રી કેમેરામાં લોકો ફૂટબોલ જેમ ફંગોળાયા અત્યાર સુધી તેને ખબર નથી કે, તેના 360 ડિગ્રી કેમેરામાં જેગુઆર લોકોને ફૂટબોલની જેમ ફંગોળે છે તે કેદ થઈ જાય છે. આ સમયે તેને એટલો અંદાજો આવી ગયો હતો કે, કંઈક મોટી ઘટના બની છે. બાઈક ઊભી રાખી પાછું વળીને જુએ છે અને અકસ્માત થયાની જાણ થાય છે. બાઈકર પાછો વળી અકસ્માતની ઘટના જોઈ રહ્યો છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે, જોત જોતામાં તો ચારેબાજુ મૃતદેહો દેખાવા લાગ્યા. લોકો બૂમ-બરાડા પાડવા લાગ્યા. અકસ્માતમાં 9 યુવાનો મોતને ભેટ્યા છે. જેમાં બે પોલીસ કર્મચારીના પણ મોત થયા છે. કાર ચાલકને લોકોએ ઝડપી બરાબરનો માર માર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકના પરિવારને 4 લાખ અને ઘાયલ લોકોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ પણ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્તિ કર્યું છે.

SG હાઈવે પર તમામ સરકારી કેમેરા બંધ
આઈપીએસ અધિકારીઓ રાત્રે બનેલી આ ઘટનાની તપાસ કરી રહ્યા હતા અને નજીકના સરકારી સીસીટીવીને અન્ય વસ્તુઓ શોધવા માટે સૂચના આપી રહ્યા હતા. પરંતુ ત્યાં એક અધિકારીએ કહ્યું કે સાહેબ, આ હાઈવે પર એક પણ કેમેરા નથી ચાલતો. અનેક વખત અરજી કરવા છતાં કેમેરા ચાલુ થયા નથી. તો સાહેબ તમને કાંઈ નહીં મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *