Gas cylinders strained in rain water: આજે સવારેથી જ ગુજરાતના નવસારી જિલ્લામાં વરસાદ ચાલુ થયી ગયો છે.માત્ર 2 કલાકમાં વરસેલા વરસાદે ને કારણે શહેરનું જનજીવન ખોરવાય ગયું હતું. શાળાએથી પરત ફરતા બાળકોને(Gas cylinders strained in rain water) લઈ જતા વાહનો અધવચ્ચે બધ પડી જતા હતા.કારણકે રસ્તા પર ઘુટણ સમાં પાણી ભરાઇ ચુક્યા છે. જયારે દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા.
એટલું જ નહીં ત્યાં આવેલી એક ગેસ એજન્સીના વેરહાઉસમાં મુકેલા ગેસના બાટલા વરસાદના પાણીમાં તણાયા હતા જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાંખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું.
View this post on Instagram
રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 119.90 ટકા, સૌરાષ્ટ્રમાં 92.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 49.82 ટકા, પૂર્વ ગુજરાતમાં 49.02 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ વરસ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube