માં ભોમની રક્ષા કરતા રવીન્દ્રસિંહ પંજાબમાં થયા શહીદ, સેકંડો લોકોએ આપી અશ્રુભીની આંખે અંતિમ વિદાય

Jamnagar soldier Ravindra Singh Jadeja was martyred in Punjab: હાલ ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેનું કારણ એ છે કે, જામનગરના ધ્રોલ તાલુકા હાડાટોડા ગામનો સૈનિક રવિન્દ્રસિંહ જાડેજા જે પંજાબના ભટીન્ડામાં શહીદ થયા છે. કાલે તેમની અંતિમ યાત્રા પણ નીકળી હતી.આ શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભીની આંખો સાથે વીરને વિદાઈ પણ આપી હતી.

હાડાટોડા ગામના રહેવાસી અને 11 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા જાડેજા રવીન્દ્રસિંહ હનુભા નામના 32 વર્ષીય જવાનનું પંજાબના ભટીન્ડામા ચાલુ ફરજ દરમિયાન આકસ્મિક મોત થતા સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે પૂરતા સૈન્ય સન્માન સાથે શહીદને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.

લોકો ધંધો બંધ રાખીને અંતિમ યાત્રમાં જોડાયા હતા
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના જાડેજા રવીન્દ્રસિંહ હનુભાનો કાલે બપોર બાદ પાર્થિવ દેહ માદરેવતન લાવામાં આવ્યો હતો. જ્યાં સેનાના જવાનો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી. બીજી તરફ ગામના લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. ગામના લોકોએ સજ્જડ બંધ પાડીને શહીદ યાત્રામાં જોડાયા હતા.

નાના ભાઈ પણ CRPFમાં ફરજ બજાવે છે
વીર શહીદ રવિન્દ્રસિંહના કાકાએ જણાવ્યું છે કે, રવિન્દ્રસિંહ રજા પર ઘરે આવવા નીકળ્યા ત્યારે રેલવે સ્ટેશન પર તકલીફ શરુ થતા આર્મીની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જો કે અહીં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારમાં પત્ની, માતા-પિતા અને એક નાનો ભાઈ છે. તેમના નાના ભાઈ પણ હાલ CRPFમાં ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *