youth death of 13 year old in accident: બેંગ્લોરના 13 વર્ષના યુવાન બાઇક રેસર શ્રેયસ હરીશનું અકસ્માતમાં મોત(Shreyas Harish died in accident) થયું હતું. ચેન્નાઈમાં રેસ દરમિયાન તેનું મોત થયું હતું. પ્રતિભાશાળી રેસર શ્રેયસ હરીશની બાઇકને મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટ પર અકસ્માત નડ્યો હતો, જેમાં યુવાન રેસરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં હરીશનું મોત થઈ ગયું હતું.
આ દુ:ખદ ઘટના બાદ, આયોજક મદ્રાસ મોટર સ્પોર્ટ્સ ક્લબે શનિવાર અને રવિવાર માટે નિર્ધારિત અન્ય રેસ રદ કરી. બેંગલોરની કેનાશ્રી સ્કૂલના વિદ્યાર્થી શ્રેયસનો જન્મ 26 જુલાઈ 2010ના રોજ થયો હતો. શ્રેયસ હરીશ, જે 9 વર્ષની ઉંમરથી બાઇક રેસિંગ કરી રહ્યો છે, તે MRF MMSC FMSCI ઇન્ડિયન નેશનલ મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2023માં ભાગ લઇ રહ્યો હતો. વર્તમાન સિઝનમાં જ, શ્રેયસે TVS વન મેક ચેમ્પિયનશિપની રૂકી કેટેગરીમાં સતત 4 રેસ જીતી છે.
મળતી માહિતી મુજબ, રેસની શરૂઆતમાં પહેલો વળાંક પાર કરતી વખતે અકસ્માત થયો હતો અને બાઇક પરથી બેલેન્સ ગુમાવી ચુક્યો હતો. પડી જવાથી શ્રેયસને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તરત જ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ રેસને લાલ ઝંડો બતાવીને રોકી દેવામાં આવી હતી અને રેસ ત્યાં જ પૂરી કરવામાં આવી હતી.
MMSCના પ્રમુખ અજિત થોમસે કહ્યું, “આવા યુવાન અને પ્રતિભાશાળી રાઇડરને ગુમાવવાનું દુઃખદ છે. ઘટના બાદ તરત જ સ્થળ પર તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ સંજોગોમાં, અમે આ સપ્તાહના બાકીના કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લીધો છે. એમએમએસસી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને અમારા વિચારો તેમના પરિવાર સાથે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube