ભરૂચના હાંસોટ નજીક બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થતાં મરણચીસો ગુંજી ઉઠ્યો હાઇવે- 4 મહિલા સહિત 5 લોકોનાં મોત

5 killed in an accident near Hansot in Bharuch: રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના ભરૂચમાંથી સામે આવી રહી છે. ભરૂચના હાસોટ તાલુકામાં આવેલ અલવા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સજાયો હતો. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.(5 killed in an accident near Hansot in Bharuch)

અકસ્માત એટલો ગંભીર હતીઓ કે, ઘટના સ્થળે જ 4 મહિલા અને 1 પુરુષ સહીત 5 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગંભીર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. પોલીસને સમગ્ર ઘટના અંગે માહિતી મળતાની સાથે તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ભરૂચના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 44 મહિલા અને 1 પુરુષ સહીત 5 લોકોનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કારમાં સવાર એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

ભરૂચના હાંસોટ તાલુકામાં જે અકસ્માત સર્જાયો છે. તેમાં GJ16 DG 8381 નંબરની હ્રુન્ડાઈ વેન્યુ કાર ભરૂચના હિરેન્દ્રસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે GJ06 FQ 7311 નંબરની હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *