Edible Oil Price Hike: ચોમાસું પાકને વરસાદની ઘણી જરુરિયાત હોય છે. એવા સમયે વરસાદ નહીં થાય ખેડૂતોની ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ત્યારે આ સમયનો ફાયદો ઉઠાવી સટ્ટોડીયાઓએ જાણે કે બજાર પર અંકુશ મેળી લીધો હોય તેમ દિવસે-દિવસે સીંગતેલના ભાવ (Edible Oil Price Hike) આસમાનને પોહચી રહ્યા છે. ગઈકાલે ફરી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો તુવેરદાળના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે અને ભાવ પ્રતિ કિલો 162 રૂપિયા પોહચી ગયા છે.
જુલાઈ મહિનામાં સારો વરસાદ થતા સૌરાષ્ટ્રમાં મગફળીનું સારૂ વાવેતર ખેડૂતો દ્વારા કરવામા આવ્યું હતું અને જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ પછી આખો ઓગસ્ટ મહિનો કોરોધાકડ જતા હવે મગફળીના પાકને વરસાદી પાણીની ખાસ જરૂરિયાત છે. તેવા સમયે જ વરસાદ ખેચાઈ જતા સંભવિત મગફળીના ઉત્પાદનમાં ઘણો ઘટાડો થવાની શકયતા છે.
આ સમયનો સટ્ટો ખેલતા ખેલાડીઓએ ઘણો ફાયદો ઉઠાવ્યો હોય તેમ છેલ્લાં કેટલાક દિવસથી સીંગતેલના ભાવમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. બુધવારે સીંગતેલ ડબ્બાનો ભાવ 3070 રૂપિયા હતો. તે આજે વધીને 3150 રૂપિયા થઈ ગયો છે એટલે કે એક દિવસમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
એક માર્કેટના હોલસેલ કરિયાણાના વેપારી અને લોહાણા યુવક-યુવતી માટે નિઃશુલ્ક મેરેજ બ્યુરો ચલાવતા મૂકેશભાઈ તન્નાના જણાવ્યા અનુસાર જો સરકાર દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં નહીં આવે તો કપાસિયા તેલના ભાવ જે સ્થિર છે તેમાં પણ ઘણી ઉથલપાથલ થવાની શકયતા જોવા મળી શકે છે. સીંગતેલના ભાવમાં છેલ્લા ચાર દિવસમાં 100 રૂપિયાનો વધારો થયો છે.
બીજી તરફ તુવેરદાળ (દેશી)ના ભાવમાં ભડકો થયો છે.સોમવારે 1 કિલોનો ભાવ120 રૂપિયા હતો. તે વધીને 162 રૂપિયા થઈ ગયો છે તેમાં માત્ર ચાર દિવસમાં 42 રૂપિયાનો વધારો થયો છે. એવી જ રીતે ઘઉંના ભાવમાં પણ એક સપ્તાહમાં મણે 80 રૂપિયાનો વધારો થતા ઘઉંના લોટનો ભાવ 30 રૂપિયાના કિલો સામે 3.24 રૂપિયા થઈ ગયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube