Accident in Surat: સુરત શહેરમાં ભારે વાહનોને કારણે અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક ટ્રકચાલકે બાઈકસવારને અડફેટે લેતા ઈજા પહોંચી હતી. અકસ્માતનો (Accident in Surat) બનાવ બનતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.
અકસ્માતની ઘટના CCTVમાં કેદ
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા માયા કેસુર સ્ટ્રીટમાં રહેતા ગોવિંદ સેલર નામના વ્યક્તિ પોતાની બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. ઋષભ ટાવરથી અડાજણ પાટિયા તરફ પોતાના કામ માટે નીકળ્યા હતા. પાછળથી એકાએક ટ્રકે તેમને અડફેટે લઈ લીધા હતા. ડમ્પરચાલકની ગંભીર બેદરકારી CCTVમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમાં ડમ્પરચાલક ગફલતભરી રીતે હંકારતા બાઈકચાલકને અડફેટે લીધા હોવાનું દેખાઈ રહ્યું છે. અંદાજે ડમ્પરચાલકે 8થી 10 ફૂટ જેટલો બાઈકચાલકને ઢસડી નાખ્યો હતો.
જુઓ સુરતમાં કેવી રીતે ડમ્પરચાલકે બાઇકચાલકને 10 ફૂટ ઢસડી સર્જ્યો અકસ્માત pic.twitter.com/eGooHMVjK8
— Trishul News (@TrishulNews) September 19, 2023
પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતના ભોગ બનનારના તેમના મિત્ર આશિષ સેલરે જણાવ્યું છે કે, ગોવિંદભાઈ પોતાના કામકાજ માટે ઘરની બહાર નીકળ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની છે. તેમને ગંભીર પ્રમાણમાં ઈજા પોહચી છે. ડમ્પરચાલકે તેમને અડફેટે લઈ લેતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામ વિગતો લેવામાં આવી છે અને અમને જણાવા મળ્યું છે કે, ડમ્પરચાલકનો સંપર્ક પણ કરી લીધો છે. પોલીસ ડમ્પરચાલક સામે ગુનો દાખલ કરવા જઈ રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube