Pro Kabaddi League 2023 Auction: પ્રો કબડ્ડી (Pro Kabaddi 2023)ની 10મી સીઝન માટેની હરાજી આજે અને આવતીકાલે યોજાવા જઈ રહી છે. ચાહકો પણ લાંબા સમયથી PKL 10ની હરાજીની રાહ જોઈ રહ્યા હતા અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે 500થી વધુ ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય થવાનો છે. આગામી સિઝન ખૂબ જ ઐતિહાસિક બનવાની છે અને તે આજથી જ શરૂ થવા જઈ રહી છે.
500 થી વધુ ખેલાડીઓ માટે બિડિંગ 9-10 ઓક્ટોબર 2023 ના રોજ થશે. આ હરાજી એશિયન ગેમ્સ (19th Asian Games 2023) પછી તરત જ મુંબઈમાં થશે. માનવામાં આવે છે કે, એશિયન ગેમ્સમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને PKLની હરાજીમાં સ્થાન આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, પ્રો કબડ્ડી 2023 ની હરાજી અગાઉ ગયા મહિને 8-9 સપ્ટેમ્બરના રોજ થવાની હતી પરંતુ એશિયન ગેમ્સને કારણે આ તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. 8 ઓક્ટોબરે એશિયન ગેમ્સ સમાપ્ત થયા બાદ પ્રો કબડ્ડી લીગનો મહિમા જોવા મળી શકે છે.
Aaj shaam ko free rehna, hum aarahe hai aapse milne 🫶
Watch the Season 10 Player Auction LIVE, tonight 8:15 PM onwards!
📺 Star Sports 2 & Star Sports First
📱 Disney+Hotstar #ProKabaddi #PKLPlayerAuction #PKLSeason10 pic.twitter.com/ARWrucIOWe— ProKabaddi (@ProKabaddi) October 9, 2023
ખેલાડીઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા
પ્રો કબડ્ડી લીગ (Pro Kabaddi 2023)ની આ 10મી સીઝન છે. હરાજી દરમિયાન સ્થાનિક અને વિદેશી ખેલાડીઓને ચાર શ્રેણીમાં રાખવામાં આવશે. A શ્રેણીમાં 30 લાખ રૂપિયા, B શ્રેણીમાં 20 લાખ રૂપિયા, C શ્રેણીમાં 13 લાખ રૂપિયા અને D શ્રેણીમાં 9 લાખ રૂપિયા સુધીની બિડિંગ થશે. ‘ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023’ની બે ફાઇનલિસ્ટ ટીમોના 24 ખેલાડીઓ સહિત કુલ 500 થી વધુ ખેલાડીઓ આ સિઝનના પ્લેયર પૂલમાં જોડાઈ રહ્યા છે. તે દરેક ફ્રેન્ચાઇઝી માટે રૂ. 5 કરોડ સુધી છે.
પ્રો કબડ્ડી લીગના મહાન ખેલાડીઓ
પ્રો કબડ્ડી લીગનો ઉત્સાહ ચરમસીમાએ છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન પ્રો કબડ્ડી લીગની હરાજીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વખતની હરાજીમાં પવન કુમાર સેહરાવત, મોહમ્મદ નબીબક્ષ, મનિન્દર સિંહ, ફઝલ અત્રાચલી, વિજય મલિક, મોહમ્મદરેઝા શાદલુ, વિકાસ કંડોલા જેવા સ્ટાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે.
પ્રો કબડ્ડી લીગ 2023માં કેટલા ખેલાડીઓને જાળવી રાખ્યા
PKLની તમામ ટીમોએ લીગ પ્લેયર પોલિસી હેઠળ નવી સિઝન માટે તેમની ટીમો બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે ઓગસ્ટમાં, PKL ટીમોએ સંબંધિત PKL સિઝનના ટીમના ખેલાડીઓને જાળવી રાખવાના વિકલ્પનો ઉપયોગ કર્યો છે. ફ્રેન્ચાઇઝીસ પાસે ત્રણ કેટેગરીમાં ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ હતો, એલિટ રિટેન્ડ પ્લેયર્સ (ERP), રિટેન્ડ યંગ પ્લેયર્સ (RVEP) અને હાલના નવા યંગ પ્લેયર્સ (ENYP). કુલ 84 ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે, જેમાં ERPમાંથી 22, RYPમાંથી 24 અને ENYPમાંથી 38 ખેલાડીઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી લીગ 9 વર્ષ પહેલા 2014માં શરૂ થઈ હતી. ત્યારથી, દર વર્ષે તેનો રોમાંચ એક અલગ સ્તર પર રહે છે.
કઈ ટીમ પાસે હરાજી માટે કેટલા રૂપિયા
બંગાળ વોરિયર્સ – 4.23 કરોડ રૂપિયા
પુનેરી પલટન – 2.81 કરોડ રૂપિયા
દબંગ દિલ્હી કેસી – 3.13 કરોડ રૂપિયા
હરિયાણા સ્ટીલર્સ- 3.13 કરોડ રૂપિયા
જયપુર પિંક પેન્થર્સ – 87 લાખ રૂપિયા
તમિલ થલાઈવાસ – 2.44 કરોડ રૂપિયા
બેંગલુરુ બુલ્સ – 2.99 કરોડ રૂપિયા
પટના પાઇરેટ્સ – 3.10 કરોડ રૂપિયા
યુપી યોદ્ધા – 2.06 કરોડ રૂપિયા
ગુજરાત જાયન્ટ્સ – 4.03 કરોડ રૂપિયા
તેલુગુ ટાઇટન્સ – 3.44 કરોડ રૂપિયા બાકી છે
યુ મુમ્બા – 2.69 કરોડ રૂપિયા બાકી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube