Police raid on spa center in Bharuch Ankleshwar arrests 24: અંકલેશ્વર શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર પર પોલીસે દરોડા પડતા ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વર B-ડિવિઝન અને GIDC પોલીસે તેમના વિસ્તારોમાં આવેલા સ્પા સેન્ટરોમાં દરોડા પાડી 13 માંથી 8 સ્પામાં દેહવેપાર ઝડપાતા 24 લોકોની ધરપકડ કરાઈ હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં દરેક શોપિંગોમાં શરૂ થઈ ગયેલા સ્પા અને સલૂનમાં નવરાત્રીના તહેવારોમાં કોઈ ગંદુ કામ તો ચાલતું નથી ને તેની તપાસ માટે અંકલેશ્વર PI વી.યુ. ગડરિયા અને સ્ટાફ સાથે GIDC તેમજ સી ડિવિઝન પોલીસે 13 સ્પામાં ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 8 સ્પામાં દેહવિક્રિયનો વેપલો ચાલતો હોવાનું રંગેહાથ ઝડપાઇ ગયું હતું.
પોલીસને 8 સ્પા માંથી યુવતીઓ મળી આવતા સંચાલકો સામે ઇમોરલ ટ્રાફિક એકતનો ગુનો નોંધવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે 5 સ્પામાં જાહેરનામા ભંગના ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા. ગેરકાયદે પ્રવૃતિઓ બદલ સ્પા અને કોમર્શિયલ બિલ્ડીંગના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ ભરૂચ જિલ્લા પોલીસે આરંભી છે.
ભરૂચ અને અંકલેશ્વરના 13 સ્પાના 24 સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે. ઝડપાયેલા સ્પામાં ડિઝાયર ફેમિલી સ્પા, સ્પા હબ, પીપી સ્પા, એસ.પી. સ્પા, ઓરેન્જ સ્પા, ફિટનેસ ડીલક્ષ સ્પા, વેલકમ સ્પા, કવિતા સ્પા, રોઝ સ્પા, ચોકલેટ સ્પા, બિગ બોસ સ્પા, કવિન ફેબ ફેમિલી સ્પા અને હર્ષ પાર્ક એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube