15-year-old girl kidnapped by Instagram friend in Surat: શહેરમાં આવેલા વેસુ વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના યુવકે સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામે લઈ ગયો હતો.પોલીસ મથકમાં કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદથી ધરપકડ કરી હતી.
સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા પછી મહારાષ્ટ્રના એક યુવાને સુરતમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી તેને મહારાષ્ટ્ર લઈ ગયો હતો. આ સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદથી ધરપકડ કરી અને કિશોરીને તેની પાસે છોડાવી હતી. મુસીબ ઔરંગાબાદમાં ગેરેજમાં કામ કરે છે અને મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
કિશોરીનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ ગયો
ત્યારપછી તેમાં મિત્રતા વધી અને બંનેએ વાતચીત શરૂ કરી હતી. તે દરમિયાન થોડાં દિવસ પહેલાં જ આ મુસીબ નામનો યુવક સુરત આવ્યો હતો અને તે એક હોટલમાં રોકાઈ હતો. તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી. ત્યારપછી કિશોરી તેના ઘરે ગઈ અને ત્યાંથી મુસીબ આ કિશોરીને તેની સાથે સાથે મહારાષ્ટ્ર અપહરણ કરી લઈ ગયો હતો. કિશોરીના માતા-પિતાને જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી.
હાલના સમયમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટ્ટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા થતા તાત્કાલિક વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે અલગ અલગ ટીમો બનાવી
પોલીસે તાત્કાલિક શહેરના તમામ વિસ્તારોના CCTV કેમેરાચેક કર્યા હતા. ત્યારપછી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધવા માટે શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન આ કિશોરી ઔરંગાબાદ હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઔરંગાબાદ જઈ આરોપી મુસીબની ધરપકડ કરી હતી અને 15 વર્ષીય કિશોરીને તેમના ચુંગાલમાંથી છોડાવી લીધી હતી. હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube