સુરતનો વિજય માલ્યા… 100 કરોડનું ફુલેકુ ફેરવી અમેરિકા રફુચક્કર થઈ ગયું દંપત્તિ- બેંકે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ

Vijay Shah accused of embezzling 100 crores in Surat: બંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દેશ છોડીને વિદેશ ભાગી છુટેલા વિજય માલિયા જેવો બીજો એક કિસ્સો સુરતમાંથી સામે આવી રહ્યો છે. સુરતના આ વિજય માલ્યાએ બેંકો સહિત અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે અને જેની સામે મલ્ટીપલ FIR પણ નોધાયેલી છે.સુરતના આ વિજય માલ્યાનું નામ વિજય શાહ(Vijay Shah accused of embezzling 100 crores in Surat) જે પોતાના પરિવાર સાથે અમેરિકા શિફ્ટ થઇ ગયો છે.

શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર,સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે ગંભીર આરોપ લગાવ્યા છે. માહિતી અનુસાર કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે કહ્યું છે કે, વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધા પછી વિજય શાહ પરિવાર સાથે અમેરિકા ભાગી ગયા છે. આ સાથે કહ્યું છે કે, વિજય શાહ સામે એક કરતા વધુ FIR પણ નોંધાયેલી છે. ગાંધીનગર CBIએ તપાસ પણ શરૂ કરી હોવાનો દાવો તેમણે કર્યો છે.

અન્ય બિઝનેસમેન સાથે પણ છેતરપિંડી
કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર હિરેન ભાવસારે આરોપ મૂક્યો છે કે, હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહે અન્ય બિઝનેસમેન સાથે પણ છેતરપિંડી કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના બે કરોડ પણ વિજય શાહે ચૂકવ્યા નથી. તેમણે કહ્યું છે કે, અમારી કંપનીના બિહાર, પટણા સહિતના રાજ્યોમાં મોટા પ્રોજેક્ટ ચાલતા હતા,હાઈટેક કંપનીના નામથી બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન પણ લીધી છે.

વિજય શાહ સામે કાર્યવાહીની માંગ
સુરતની હાઇટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ સામે ગંભીર આરોપો પછી કશ્યપ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડની માગએ છે કે, વિજય શાહ સામે કાર્યવાહી કરવામાં આવે. વિજય શાહ ડાઇંગ કંપનીમાં ડિરેક્ટર હતા તે સમયે લોન લઈ ડિફોલ્ટર જાહેર થયા અને હજુ સુધી બેંકે કોઈપણ કાર્યવાહી વિજય શાહ સામે કરી ન હોવાનો પણ આરોપ લગાવવામાં આવતા ચકચાર મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *