પાકિસ્તાન કરતા મોટો દુશ્મન તો સિયાચીનમાં બેઠો છે, છેલ્લા 30 વર્ષોમાં 873 જવાન શહીદ

સિયાચીનમાં એક-બે દિવસ પહેલા જ આવેલા હિમસ્ખલનને કારણે 8 જવાનો બરફમાં ફસાઈ ગયા હતા, જેમાંથી ચાર જવાનના મોત થાય હતા. આ પરીસ્થિતિ વચ્ચે હવે સિયાચિનમાં જવાનોના વધી રહેલા મૃત્યુને લઇને સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. એક અહેવાલ મુજબર સિયાચીનમાં જ 1984થી લઇને અત્યાર સુધીમાં 873 જવાન શહીદ થઇ ગયા છે.

સિયાચિન વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે, આશરે 20 હજાર ફૂટની ઉંચાઇએ આવેલા સિયાચિનમાં અતિભારે ઠંડી હોય છે અને બરફ જામેલો હોય છે. આવી પરીસ્થિતિ વચ્ચે પણ સેનાના જવાનો ત્યાં દેશની સુરક્ષા કરી રહ્યા છે. જોકે આ વિસ્તારમાં વારંવાર હવામાનમાં પલટો આવી જાય છે અને હિમસ્ખલન થાય છે જેને પગલે જવાનો બરફમાં દટાઇ જવાથી મોતને ભેટે છે, આવી પરીસ્થિતિ વચ્ચે પણ જવાનો અડગ રહીને દેશની રક્ષા કરી રહ્યા છે. જોકે જે જવાનોના મોતને જે આંકડા સામે આવ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે.

1984 થી અત્યાર સુધીમાં સિયાચિનમાં હવામાન ખરાબ રહેવાથી કે કુદરતી હોનારતને કારણે 873 જવાનો શહીદ થઇ ગયા છે. જે પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાઓ અને ગોળીબારમાં જેટલા જવાન શહીદ થયા તેના કરતા પણ વધારે છે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં જવાનો જ્યારે પેટ્રોલિંગ માટે નિકળે છે ત્યારે કોઇ હિમપ્રપાત કે હિમસ્ખલન થાય છે જેને પગલે જવાનો બરફમાં ફસાઇ જાય છે. હાલ પરીસ્થિતિ એટલી ગંભીર છે તે આ વિસ્તારમાં દુશ્મન દેશો કરતા જવાનોને વધુ ખતરો હવામાનનો છે.

અનુમાન મુજબ સિયાચિનમાં ભારત અને પાકિસ્તાનના આશરે 2500 જેટલા જવાનોએ પોતાનો જીવ ગૂમાવવો પડયો છે. 2012માં જ્યારે પાકિસ્તાનમાં હિમસ્ખલન થયું હતું ત્યારે પાકિસ્તાનના 124 જવાનો અને 11 લોકો માર્યા ગયા હતા. 1984માં આ વિસ્તારમાં સેના બેઝ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં સિયાચેનમાં 873 ભારતીય જવાનોએ જીવ ગૂમાવ્યો છે.

એટલે કે આ વિસ્તારમાં હવામાન ભારત અને પાકિસ્તાન બન્ને માટે ખતરા સમાન છે. અહીં પાકિસ્તાનના ગોળીબાર કે હુમલામાં જવાન શહીદ નથી થયા તેનાથી અનેકગણા હિમસ્ખલન જેવી ઘટનામાં થયા છે. જેને પગલે સરકાર દ્વારા અહીં યોગ્ય પગલા લેવાય અને જવાનો માટે સારી વ્યવસ્થા કરાય તેવી માગણી વર્ષોથી ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *