ફેશન આઇકન ઉર્ફી જાવેદ પોતના વિચિત્ર ડ્રેસિંગ આઇડિયાઝથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફીની ફેશન સેન્સ જોઇને ફેન્સનું પણ માથુ ઘૂમરી ખાય જાય છે.ઉર્ફી જાવેદ(alias Javed new look) સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફોટોઝ અને વીડિયોઝ પોતના ફેન્સ ની સાથે શેર કરતી રહે છે.
આજે ફેશનની દીવાની Urfi Javed કઈક અલગ જ લુકમાં જોવા મળી, લેટેસ્ટ ફોટાઓથી ઉર્ફી જાવેદે બધાને ચોંકાવી દીધા. સોશિયલ મીડિયા પર ઉર્ફીનો આ લુક સામે આવતા જ યુઝર્સે તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. ચાલો જાણીએ કે, ઉર્ફીના નવા લુકને જોયા બાદ યુઝર્સ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
Urfi Javedનો નવો લૂક સોશિયલ મીડિયામાં વાઈરલ
તમને જણાવી દઈએ કે, ફિલ્મજ્ઞાને ફેશન દિવાની ઉર્ફી જાવેદનો નવો લૂક તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્ફીના ફોટા શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, OMG!! ઉર્ફી આ એથનિક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
પિંક કલરના બેકલેસ સૂટમાં જોવા મળી Urfi Javed
તમને જણાવી દઈએ કે, આ વખતે ઉર્ફીએ(alias Javed new look) લાઇટ પિંક કલરનો બેકલેસ સૂટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુક માટે ઉર્ફીએ હળવા મેકઅપનો ઉપયોગ કર્યો છે, જે તેને ખૂબ જ સૂટ કરે છે. તે જ સમયે, ફેશન દિવાનો આ લુક જાહેર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ
આ અંગે કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે તમે એથનિક લૂકમાં સારા લાગો છો. અન્ય એક યુઝરે લખ્યું કે આને શૂટ બરબાદ કરવાનું કહેવાય. ત્રીજા યુઝરે લખ્યું કે ગમે તે હોય, તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી હંમેશા કંઈક એવું પહેરે છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. જો કે ઉર્ફીને તેના લુકના કારણે ઘણી વખત ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં તે તેની ફેશનને લઈને ગંભીર રહે છે અને ફોટા અને વીડિયો શેર કરે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube